Trump ના Twitter પર બેન થતાં જ PM મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ, દુનિયામાં બન્યા નંબર-1
બરાક ઓબામાના ટ્વિટર પર 127.9 મિલિયન એટલે કે 12 કરોડ 79 લાખ ફોલોવર્સ છે. પરંતુ ઓબામા હાલ કોઇ પદ પર નથી અને ના તો સક્રિય રાજનેતા છે.
Trending Photos
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું ટ્વિટર એકાઉન્ટ સસ્પેંશન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) માટે ખુશખબરી લઇને આવ્યું છે. હવે પીએમ મોદી દુનિયામાં ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરનાર સક્રિય રાજનેતા બની ગયા છે.
પીએમ મોદીએ બનાવ્યો નવો રેકોર્ડ
થોડા દિવસ પહેલાં આ ખિતાબ ટ્રમ્પના નામે હતો, અને પીએમ મોદી ટ્વિટર (Twitter) પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સક્રિય નેતાઓની યાદીમાં બીજા નંબર પર હતા. પરંતુ અમેરિકી સંસદમાં પોતાના સમર્થકોને હિંસા માટે ઉશ્કેરવાના આરોપમાં ટ્વિટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની કરવામાં આવેલી કાર્યવાહીના લીધે અજાણતાં નરેન્દ્ર મોદીએ રેકોર્ડ બનાવી લીધો છે.
ટ્વિટર પર આટલા ફોલોવર્સ
તમને જણાવી દઇએ કે ટ્વિટર પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 88.7 મિલિયન એટલે કે 8 કરોડ 87 લાખ ફોલોવર્સ હતા. જ્યારે ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના 64.7 મિલિયન એટલે કે 6 કરોડ 47 લાખ ફોલોવર્સ છે. જોકે પીએમ નરેન્દ્ર મોદી અને ટ્ર્મ્પ કરતાં વધુ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ટ્વિટર પર ફોલોવર્સ છે. બરાક ઓબામાના ટ્વિટર પર 127.9 મિલિયન એટલે કે 12 કરોડ 79 લાખ ફોલોવર્સ છે. પરંતુ ઓબામા હાલ કોઇ પદ પર નથી અને ના તો સક્રિય રાજનેતા છે. એટલા માટે પીએમ મોદી આ યાદીમાં સૌથી આગળ થઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે