Manipur CM Oath Ceremony: સતત બીજીવાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા એન બીરેન સિંહ, રાજ્યપાલે અપાવ્યા શપથ

એન બીરેન સિંહે આજે મણિપુરના મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ એલ ગણેશને શપથ અપાવ્યા છે. આ તકે જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. 
 

Manipur CM Oath Ceremony: સતત બીજીવાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા એન બીરેન સિંહ, રાજ્યપાલે અપાવ્યા શપથ

ઇમ્ફાલઃ એન બીરેન સિંહે આજે મણિપુરના મુખ્યમંત્રી પદે શપથ લીધા છે. તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનિયતાના શપત અપાવ્યા છે. આ તકે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બીરેન સિંહ બીજીવાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. બીરેન સિંહની સાથે નેમચા કિપગેન, વાઈ, ખેમચંદ સિંહ, બિસ્વજીત સિંહ, અવંગબૌ ન્યૂમાઈ અને ગોવિંદદાસ કોંથૌજમે ઇમ્ફાલમાં કેબિનેટ મંત્રીઓના રૂપમાં શપથ લીધા છે. આ પહેલાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને કિરણ રિજિજૂએ પાર્ટી તરફથી રાજ્યપાલને એક પત્ર સોંપ્યો જેમાં કહેવામાં આવ્યું કે એન બીરેન સિંહને સર્વસંમત્તિથી 32 ધારાસભ્યોની સાથે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. સિંહને રવિવારે ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. 

મણિપુરમાં હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60 સભ્યોની વિધાનસભામાં 32 સીટ જીતી સત્તામાં વાપસી કરી છે. ભાજપે 2017ની ચૂંટણીમાં માત્ર 21 સીટ મેળવી હતી, પરંતુ તે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવામાં સફળ રહી હતી, જેનાથી પાર્ટીના સભ્યોની સંખ્યા 28 થઈ ગઈ અને બીરેન સિંહ મણિપુરમાં પ્રથમવાર ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 

— ANI (@ANI) March 21, 2022

એન બીરેન સિંહે ફુટબોલ ખેલાડી તરીકે પોતાના સફરની શરૂઆત કરી અને પછી તેમને બીએસએફમાં નોકરી મળી ગઈ હતી. ત્યારબાદ તેઓ પત્રકારત્વમાં આવ્યા અને સ્થાનીક ભાષાના અખબાર 'નહારોલ્ગી થોઉદાંગ'ના એડિટર બન્યા હતા. એટલું જ નહીં સિંહ બે દાયકા પહેલા રાજનીતિના મેદાનમાં ઉતર્યા હતા. તે પ્રથમવાર 2002માં ડેમોક્રેટિક રેવોલ્યૂશનરી પીપુલ્સ પાર્ટીની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. 

સિંહ ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં સામેલ થયા અને 2003માં રાજ્યની તત્કાલીન ઓકરામ ઇબોબી સિંહ સરકારમાં તકેદારી રાજ્ય મંત્રી બન્યા અને વન તથા પર્યાવરણ મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યો હતો. બાદમાં બીરેન સિંહ ભાજપમાં સામેલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news