હોસ્પિટલમાં બેડ-દવાઓ તૈયાર રાખો! ભારત સરકારની રાજ્યોને સૂચના, ચીનમાં રહસ્યમયી બીમારીથી ખળભળાટ

ચીનમાં રહસ્યમયી બીમારીથી ભારતમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોની હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.

હોસ્પિટલમાં બેડ-દવાઓ તૈયાર રાખો! ભારત સરકારની રાજ્યોને સૂચના, ચીનમાં રહસ્યમયી બીમારીથી ખળભળાટ

ઝી બ્યુરો/નવી દિલ્હી: કોરોના મહામારી પછી ફરીથી કાળમુખા ચીને એક નવી રહસ્યમયી બીમારીને જન્મ આપીને ભારત સહિત દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. જી હા,,, ચીનમાં રહસ્યમયી બીમારીથી ભારતમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોની હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલોમાં સ્ટાફ, બેડ અને દવાઓ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. 

રહસ્યમયી બીમારીથી ચીનની હૉસ્પિટલોમાં 7 કલાકનું વેઈટિંગ
ભારત સરકારની એડવાઈઝરીમાં ઑક્સિજન પ્લાન્ટ, PPE કિટ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. ભારતની હોસ્પિટલોમાં ટેસ્ટિંગ કિટ, ઑક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર મશીન ચકાસી લેવાની પણ સૂચના આપવામાં આવી છે. તો કાળમુખા ચીને ફરી એકવાર આખી દુનિયાના શ્વાસ અદ્ધર કરી દીધા છે. રહસ્યમયી બીમારીથી ચીનની હૉસ્પિટલોમાં 7 કલાકનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. 

ભારત સરકારે તમામ રાજ્યોને સાવચેત રહેવાની સૂચના
લોકો પોતાનાં બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે લાઈનો લગાવી રહ્યા છે પરંતુ ચીનની હોસ્પિટલોમાં જગ્યા નથી. ચીનની આ રહસ્યમયી બીમારી અંગે ભારતમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ચીનનાં બાળકોમાં H9N2 કેસ અને શ્વાસની બીમારીથી ફફડાટ ફેલાયો છે. ભારત સરકારે તમામ રાજ્યોને સાવચેત રહેવાની સૂચના આપી છે. 

આખી દુનિયા ચિંતામાં મૂકાઈ ગઈ
તો કોરોના પછી ફરીથી કાળમુખા ચીને વિશ્વની ચિંતા વધારી દીધી છે. વિશ્વ આરોગ્ય સંગઠન પણ ચીન ઉપર નજર રાખી રહ્યું છે. ચીનમાં ફેલાયેલી રહસ્યમયી બીમારી અંગે આખી દુનિયા ચિંતામાં મૂકાઈ ગઈ છે. પાપી ચીને ફરીથી નવી બીમારીને જન્મ આપતાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ચીનની રહસ્યમયી બીમારીથી ભારતભરમાં એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news