મુસ્લિમોએ સુવર્ણ મંદિરની બહાર પઢી નમાજ, સંબિત પાત્રાનો સવાલ- મસ્જિદ બહાર કરી શકીએ યજ્ઞ?


પંજાબના અમૃતસરમાં શાંતિ અને કોમિ એકતા માટે મુસ્લિમ સમુદાયના લોકોએ ગોલ્ડન ટેમ્પલની બહાર નમાજ પઢી હતી. તેના પર ભાજના પ્રવક્તાએ કટાક્ષ કર્યો છે. 
 

મુસ્લિમોએ સુવર્ણ મંદિરની બહાર પઢી નમાજ, સંબિત પાત્રાનો સવાલ- મસ્જિદ બહાર કરી શકીએ યજ્ઞ?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી વચ્ચે અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરની બહાર મુસલમાનાના નમાજ પઢવા પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ સવાલ કર્યો કે શું મસ્જિદ બહાર યજ્ઞ કે કીર્તન કરી શકાય છે કે આ માત્ર એકતરફી છે? તેમણે કહ્યું કે, શું સદભાવ માટે તેની મંજૂરી છે?

આ પહેલા પંજાબના અમૃતસરમાં શાંતિ અને કોમિ એકતા માટે મુસ્લિમ સમુદાયના લોકોએ ગોલ્ડન ટેમ્પલની બહાર નમાજ પઢી હતી. આ ખબર પર પોતાની પ્રતિક્રિયા આપતા ભાજના નેતા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું, 'શું મસ્જિદની બહાર યજ્ઞ કે કીર્તન કરી શકાય છે... હમ્મ એકતા માટે.... મંજૂરી છે? કે આ માત્ર વન વે ટ્રાફિક છે?'

NBT

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પાત્રા વિરુદ્ધ ફરિયાદ
મહત્વનું છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નસીમ ખાને સંબિત પાત્રા વિરુદ્ધ શુક્રવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નસીમ ખાને પોતાની ફરિયાદમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પર આરોપ લગાવ્યો છે કે તેમણે સોશિયલ મીડિયા પર એક ખોટો વીડિઓ પોસ્ટ કર્યો છે. તેથી તેમની બદનામી થઈ છે. નસીમ ખાનનો આરોપ છે કે તે વીડિઓ પાછલા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમને બદનામ કરવા માટે આરએસએસ કાર્યકર્તા દ્વારા તૈયાર કરી વાયરલ કરવામાં આવ્યો હતો. 

ખાને કહ્યું કે, તે સમયે પણ તેમણે તેની ફરિયાદ પોલીસને કરી હતી. હવે આ નકલી વીડિઓને સંબિત પાત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને અને તેમની કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનો ખોટો પ્રયાસ છે. નસીમ ખાને કહ્યું કે, તે સંબિત પાત્રાના કાયદાની મર્યાદામાં રહીને પાઠ ભણાવવા ઈચ્છે છે, તેથી તેમણે તેની ફરિયાદ મુંબઈ પોલીસ કમિશ્નર, સાકીનાકા પોલીસ સ્ટેશન અને ચૂંટણી પંચમાં કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news