મુસ્લિમ પરિવારે સૌથી મોટા મંદિર માટે દાન કરી 2.5 કરોડની જમીન 

આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે ઈશ્તિયાક અહેમદ ખાન અને તેમના પરિવારનું આ દાન બે સમુદાયો વચ્ચે સામાજિક સમરસતા અને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે મુસલમાનોની મદદ વગર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવો મુશ્કેલ બનત. 

મુસ્લિમ પરિવારે સૌથી મોટા મંદિર માટે દાન કરી 2.5 કરોડની જમીન 

પટણા: દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દની એક મિસાલ કાયમ કરતા બિહારમાં એક મુસ્લિમ પરિવારે પૂર્વ ચંપારણ જિલ્લાના કૈથવલિયા વિસ્તારમાં બનનારા દુનિયાના સૌથી મોટા હિન્દુ મંદિર વિરાટ રામાયણ મંદિર માટે 2.5 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી છે. 

મુસ્લિમ પરિવારે મંદિરને દાન કરી જમીન
પટણામાં સ્થિત મહાવીર મંદિર ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય કિશોર કુણાલે સોમવારે કહ્યું કે જમીન ઈશ્તિયાક અહેમદ ખાને દાન કરી છે જે ગુવાહાટીમાં રહેતા પૂર્વ ચંપારણના એક વેપારી છે. પૂર્વ આઈપીએસ અધિકારી કુણાલે જણાવ્યું કે તેમણે હાલમાં જ પૂર્વ ચંપારણના કેશરિયા સબ ડિવિઝનના રજિસ્ટ્રાર કાર્યાલયમાં મંદિર નિર્માણ માટે પોતાના પરિવાર જોડે સંબંધિત જમીનના દાન સંલગ્ન તમામ ઔપચારિકતા પૂરી કરી. 

બે સમુદાયો વચ્ચે સામાજિક સમરસતાનું ઉદાહરણ
આચાર્ય કિશોર કુણાલે કહ્યું કે ઈશ્તિયાક અહેમદ ખાન અને તેમના પરિવારનું આ દાન બે સમુદાયો વચ્ચે સામાજિક સમરસતા અને ભાઈચારાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કહ્યું કે મુસલમાનોની મદદ વગર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સાકાર કરવો મુશ્કેલ બનત. 

મંદિર નિર્માણ માટે 125 એકર જમીન મળી છે
તેમણે જણાવ્યું કે મહાવીર મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં આ મંદિરના નિર્માણ માટે 125 એકર જમીન મળી છે. ટ્રસ્ટને જલદી વિસ્તારમાં 25 એકર વધુ જમીન પણ મળી જશે. 

કહેવાય છે કે વિરાટ રામાયણ મંદિર કંબોડિયામાં વિશ્વ પ્રસિદ્ધ 12મી સદીના અંકોરવાટ પરિસરથી પણ ઊંચુ હશે. જે 215 ફૂટ ઊંચુ છે. પૂર્વ ચંપારણના પરિસરમાં ઊંચા શિખરોવાળા 18 મંદિર હશે અને તેના શિવ મંદિરમાં દુનિયાનું સૌથી મોટું શિવલિંગ હશે. કુલ નિર્માણ ખર્ચ લગભગ 500 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. ટ્રસ્ટ નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણમાં લાગેલા વિશેષજ્ઞો પાસેથી જેમ બને તેમ જલદી સલાહ લેશે. 
(ઈનપુટ- ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news