મુંબઇમાં ભારે વરસાદે મચાવી તબાહી, રાજ્ય સરકારે 3 જિલ્લામાં રજાની જાહેરાત
મયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. તે દરમિયાન બધી અત્યાવશ્યક સેવાઓ કાર્યરત રહશે.
Trending Photos
મુંબઇ: મયાનગરી મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર સરકારે ત્રણ જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લામાં રજાની જાહેરાત કરી છે. તે દરમિયાન બધી અત્યાવશ્યક સેવાઓ કાર્યરત રહશે. મહારાષ્ટ્ર સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ મંત્રાલય કંટ્રોલ રૂમ, મહારાષ્ટ્રએ લખ્યું કે, મહેરબાની કરીને નોંધ કરો, ભારે વરસાદના કારણે મુંબઇ, મુંબઇ ઉપનગર અને ઠાણે જિલ્લાની બધા સરકારી કાર્યાલયો (જરૂરી સેવાઓ અને વિધાન સંબધિત સેવાઓ છોડીને) બંધ રહેશે.
જણાવી દઇએ કે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે મુંબઇમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધર, ઓફિસ, બેંક સ્કૂલ એટલું જ નહીં પોલીસ સ્ટેશન સુધી પણ પાણી ભરાઇ ગયા છે. રસ્તાઓ પર ગાડીઓ અટકી પડી છે. તો મુંબઇની જાન કહેવાતી લોકલ ટ્રેનના પાટા પર પણ પાણી ભરાઇ ગયા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.
સીએમ ફડણવીસે તેમના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, હવામાન વિભાગે આજે ફરી ભારે વરસાદની આગાહી કરી છે, લોકોને વિનંતિ છે કે, જો કોઇ ઇમરજન્સી ના હોય તો ઘરોમાં જ રહો.
હવામાન વિભાગની વેબસાઇ અનુસાર, મુંબઇમાં 5 જુલાઇ સુધી આ પ્રકારના હવામાનની ભવિષ્યવાણી કરી છે. નવી મુંબઇ, ઠાણે અને કોંકણમાં સ્કૂલ કોલેજ બંધ રહશે. ફ્લાઇટ્સને વરસાદના કારણે મુંબઇથી અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે. મુંબઇ એરપોર્ટથી 54 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.
બીએમસીનો સ્કૂલ કોલેજ બંધ કરવાનો આદેશ
બીએમસીએ મુંબઇમાં ભારે વરસાદના કારણે સ્કૂલ કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી આશીષ શેલારે પણ જાહેરાત કરી છે કે, આજ 2 જુલાઇના મુંબઇ, નવી મુંબઇ, ઠાણે અને કોંકણ વિસ્તારની બદી સ્કૂલો (પ્રાઇવેટ અને સરકારી) બંધ રહશે.
મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી 22ના મોત
મહારાષ્ટ્રમાં દિવાલ ધરાશાયી થવાથી 22 લોકોના મોટ થયા છે. ગત રાત્રે ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે