Mumbai: ભારે વરસાદના લીધે Landslide, 14 લોકોના મોત, Rescue Operation શરૂ
ભારે વરસાદના લીધે ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ થયું છે. તેની ચપેટમાં 4-5 આવી ગયા છે અને ઘણા લોકો કાળમાળ નીચે દબાઇ ગયા છે.
Trending Photos
મુંબઇ: મૂશળાધાર વરસાદે મુંબઇ (Mumbai Rain) ની હાલત ખરાબ કરી દીધી છે. પાણી ભરાઇ જતાં અહીં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા (Waterlogging In Mumbai) છે. ઘણા લોકો વરસાદના લીધે ફસાઇ ગયા છે, તે પોતાના ઘરે જઇ શકતા નથી. મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલીઓ વધી ગઇ છે. અહીં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.
ભારે વરસાદના લીધે ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ થયું છે. તેની ચપેટમાં 4-5 આવી ગયા છે અને ઘણા લોકો કાળમાળ નીચે દબાઇ ગયા છે. ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમે 11 લાશોને કાટમાળ નીચેથી કાઢી છે. તેમાં એક મહિલાની બોડી પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ કાટમાળ નીચે 6 થી 8 લોકો દબાયેલા હોઇ શકે છે.
મુંબઇના માર્ગો જળમગ્ન બન્યા
તમને જણાવી દઇએ કે સિયોન વિસ્તાર અને ગાંધી માર્કેટમાં પાણી ભરાઇ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ઠેર ઠેર ગાડીઓ ફસાઇ ગઇ છે. તેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર-ઠેર બીએમસી (BMC) ના કર્મચારી હાજર છે, જે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગળ ખતરો વધી શકે છે. એટલા માટે સાવધાની વર્તો.
મુંબઇ (Mumbai Rain) ના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આખી રાત લોકો ઘરમાંથી પાણી ઉલેચવામાં લાગ્યા હતા. અંધેરી અને આસપાસના નિચલા વિસ્તારમાં પાણી ભરાઇ ચૂક્યા છે. દાદરમાં એટલું પાણી ભરાઇ ગયું કે બેસ્ટની બસો અડધાથી વધુ ડુબી ગયેલી જોવા મળી હતી. ભારે વરસાદના લીધે ભાંડુપમાં દીવાલ ધરાશાયી થઇ ગઇ છે. કાંદિવલીની ઘણી દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે, જેથી લાખોનો માલ ખરાબ થઇ ચૂક્યો છે.
Monsoon Session: ચોમાસું સત્ર પહેલાં આજે બેઠકોનો દૌર, 11 વાગે સરકારની સર્વદળીય બેઠક
આજે રવિવારનો દિવસ છે, એટલા માટે થોડી રાહતની વાત છે. મોટાભાગના લોકોને કામ પર જવાની મજબૂરી નથી. વરસાદના લીધે રેલના પાટાઓ પર પણ પાણી ભરાઇ ગયા છે. એટલે કે આજે લોકલ ટ્રેન દ્વારા અવરજવર પ્રભાવિત થશે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન
રાષ્ટ્રીય રાજધાની (Delhi) માં શનિવારે સવારે આકાશ સ્વચ્છ રહ્યું. પરંતુ રવિવારે શહેરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોએ સાંજે વાદળો છવાયેલા રહેવા અને હળવા વરસાદ અથવા ગરજની સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ મોટાભાગનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. શહેરમાં મંગળવારે મોનસૂનનો પ્રથમ વરસાદ થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં મોનસૂન સામાન્ય રીતે 27 જૂન સુધી આવે છે પરંતુ આ વખતે ચોમાસું 16 દિવસ મોડું આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે