છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018: ત્રીજી યાદીમાં ભાજપના 11 ઉમેદવાર જાહેર
11 ઉમેદવારોની યાદીમાં ભાજપે મહાસમુંદથી પૂનમ ચંદ્વાકારને મેદાને ઉતાર્યા છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે 421 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: છત્તીસગઢ વિધાનસભા માટે ભાજપે પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે પોતાના 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલાં ભાજપે સૌથી પહેલાં 77 સીટો માટે ઉમેદવાર જાહેર કર્યા હતા. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પહેલા તબક્કા માટે 12 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે.
11 ઉમેદવારોની યાદીમાં ભાજપે મહાસમુંદથી પૂનમ ચંદ્વાકારને મેદાને ઉતાર્યા છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે 421 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે.
BJP releases third list of candidates for 11 seats for the upcoming Assembly elections in #Chhattisgarh. pic.twitter.com/6nm4NlNdBk
— ANI (@ANI) October 29, 2018
પ્રેમનગર | વિજયપ્રતાપ સિંહ |
રામાનુજગંજ | રામકિશુન સિંહ |
કોટા | કાશી સાહૂ |
જૈજૈપુર | કૈલાશ સાહૂ |
સરાઇપલ્લી | શ્યામ ટાંડી |
બાસના | ડીસી પટેલ |
મહાસમુંદ્વ | પૂનમ ચંદ્વાકાર |
બાલોદાબાજાર | ટેસૂ ધુરેંદર |
સંજારી બાલોદ | પવન સાહૂ |
ગુંદરદેહી | દીપક સાહૂ |
વૈશાલી નગર | વિદ્યારતન ભસીન |
18માંથી 12 સીટો પર કોંગ્રેસનો કબજો
પહેલા તબક્કામાં બસ્તર અને રાજનાંદગાંવમાં મતદાન કરવામાં આવશે. રાજ્યમાં વર્ષ 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બસ્તર ક્ષેત્રની કુલ 12 વિધાનસભા સીટોમાંથી આઠ સીટો પર કોંગ્રેસને તથા ચાર સીટો પર ભાજપને જીત મળી હતી. તો બીજી તરફ રાજનાંદગાંવની છ સીટોમાંથી ચાર સીટો પર કોંગ્રેસ તથા બે સીટો પર ભાજપને જીત મળી હતી. આ પ્રકારે પહેલા તબક્કામાં જે 18 સીટો માટે મતદાન યોજાવવાનું છે, તેમાંથી કોંગ્રેસ પાસે 12 તથા ભાજપ પાસે છ સીટો છે. આ સીટોમાંથી રાજનાંદગાંવ સીટ પરથી મુખ્યમંત્રી રમણ સિંહ ધારાસભ્ય છે.
બે તબક્કામાં 12 અને 20 નવેમ્બરના રોજ પ્રદેશમાં મતદાન
બે તબક્કામાં 12 અને 20 નવેમ્બરના રોજ પ્રદેશમાં ચૂંટણી કાર્ય સંપન્ન થશે. પ્રથમ તબક્કામાં 12 નવેમ્બરના રોજ વિધાનસભા ક્ષેત્રોમાં તથા બીજા તબક્કામાં 20 નવેમ્બરના રોજ વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન યોજાશે. રાજ્યમાં વર્ષ 2013માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 90 સીટોમાંથી 49 સીટો પર તથા કોંગ્રેસને 39 સીટો પર જીત મળી હતી. તો બીજી તરફ એક-એક સીટ પર બીએસપી અને અપક્ષ ધારસભ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે