Live Updates: હેલીકોપ્ટર દુર્ઘટના પર કાલે સંસદમાં નિવેદન આપશે સરકાર, થોડીવારમાં થશે CCS ની બેઠક

ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યા છે.
 

Live Updates: હેલીકોપ્ટર દુર્ઘટના પર કાલે સંસદમાં નિવેદન આપશે સરકાર, થોડીવારમાં થશે CCS ની બેઠક

નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર બિપિન રાવતનું નિધન થયુ છે. આજે તમિલનાડુના કુન્નૂરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. Mi-17V5 હેલીકોપ્ટરથી તેઓ સફર કરી રહ્યા હતા. આ હેલીકોપ્ટરમાં જનરલ રાવત સહિત અન્ય અધિકારી હાજર હતા. આ દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થઈ ગયું. તેમાં બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. તેમના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

સાંજે 6.30 કલાકે CCS ની બેઠક
કુન્નૂરમાં થયેલા હેલીકોપ્ટર દુર્ઘટના પર અત્યાર સુધી 13 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCS ની બેઠક શરૂ થઈ છે. જેમાં પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ હાજર છે. 

સેનાધ્યક્ષ જનરલ એમએમ નવરણે પહોંચ્યા CDS રાવતના ઘરે
ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ એમએમ નરવણે સીડીએસ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે. આર્મી ચીફે સીડીએસ રાવતના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. થોડીવાર પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ બિપિન રાવતના ઘરની મુલાકાત લીધી હતી. 

સંસદમાં કાલે નિવેદન આપશે સરકાર
સીડીએસ બિપિન રાવત સવાર હતા તે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સતત બેઠકો યોજીને માહિતી મેળવી રહ્યાં છે. હવે માહિતી મળી રહી છે કે સરકાર સંસદમાં આવતીકાલે એટલે કે ગુરૂવારે માહિતી આપશે. સૂત્ર તરફથી આ માહિતી મળી છે.

— ANI (@ANI) December 8, 2021

Army helicopter crash news: રાજનાથ સિંહે બિપિન રાવતના ઘરની મુલાકાત લીધી
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ હેલીકોપ્ટર દુર્ઘટના બાદ સીડીએસ બિપિન રાવતના ઘરે પહોંચ્યા હતા. રક્ષામંત્રીએ દિલ્હીમાં સ્થિત સરકારી આવાસ પર પહોંચ્યા હતા. બિપિન રાવતના ઘર પર તેમની પુત્રી હાજર હતી. પાંચ મિનિટની મુલાકાત બાદ રાજનાથ સિંહ રવાના થઈ ગયા હતા. 

 

— ANI (@ANI) December 8, 2021

એરફોર્સે કરી પુષ્ટિ
ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા
મળેલી વિગતો મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને એક સિનિયર અધિકારી હતા. અકસ્માત બાદ ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જો કે કોને કોને બચાવવામાં આવ્યા છે તે અંગે હજુ વિગતો મળી નથી. ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા. હેલિકોપ્ટર જે વિસ્તારમાં તૂટી પડ્યું તે જંગલ વિસ્તાર છે. 

ક્યાં જઈ રહ્યા હતા બિપિન રાવત?
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે. 

ક્યાં ક્રેશ થયું હેલીકોપ્ટર?
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે. આ કારણ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. 

હેલીકોપ્ટરમાં બિપિન રાવત સાથે કોણ-કોણ હતા?
આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા. 

ક્યાં જઈ રહ્યા હતા બિપિન રાવત?
જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news