મનકી બાતમાં PM મોદીની મોટી જાહેરાત, ચંદીગઢ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહના નામે ઓળખાશે

હવે સરકારે નિર્ણય કર્યો છેકે, શહીદ ભગતસિંહે દેશ માટે આપેલાં બલિદાનના સન્માનમાં ચંદીગઢ એરપોર્ટને તેમનું નામ આપવામાં આવે.

મનકી બાતમાં PM મોદીની મોટી જાહેરાત, ચંદીગઢ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહના નામે ઓળખાશે

નવી દિલ્લીઃ દર સપ્તાહે રવિવારે પ્રધાનમંત્રી મોદી મનકી બાતમાં વિવિધ સાંપ્રદ મુદ્દાઓ પર પોતાના મનની વાત કરતા હોય છે. અને સમાજના વિવિધ તબક્કાને સ્પર્શતી વાત એમાં કરતા હોય છે. ક્યારેય કંઈક નવી જાહેરાત પણ આ માધ્યમ થકી કરતા હોય છે. આજે પીએમ મોદીએ મનકી બાતમાં દેશના સ્વતંત્ર સેનાનીઓ અને શહીદોની શહાદતને વિશેષરૂપથી યાદ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, હવેથી ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામે ઓળખાશે.

પીએમ મોદીએ મનકી બાતમાં શહીદ ભગતસિંહનો ઉલ્લેખ કરીને એમ પણ કહ્યુંકે, એરપોર્ટના નામાંકરણને લઈને લાંબા સમયથી આ અંગે વિચારણા ચાલતી હતી. હવે સરકારે નિર્ણય કર્યો છેકે, શહીદ ભગતસિંહે દેશ માટે આપેલાં બલિદાનના સન્માનમાં ચંદીગઢ એરપોર્ટને તેમનું નામ આપવામાં આવે. ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહના નામ પરથી રાખવામાં આવશે. સ્વતંત્રતા સેનાનીઓથી પ્રેરણા લઈને આપણે તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂર છે. તેમના નામ પરના સ્મારકો આપણને કર્તવ્ય માટે પ્રેરણા આપે છે. થોડા દિવસો પહેલાં નેતાજી સુભાષચંદ્ર બોસના નામે સ્મારક બનાવાયું છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ કહ્યુંકે, હાલમાં જ વિદેશથી ભારતમાં નવા મહેમાનનું આગમન થયું છે. પીએમ મોદીએ વિદેશી લાવવામાં આવેલાં ચિત્તાની વાત કરી. પીએમ મોદીએ કહ્યુંકે,ચિત્તાએ આખા દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દેશભરમાંથી લોકોએ ચિત્તાને વેલકમ કર્યું. આગામી સમયમાં આ ચિત્તાને જોવા દૂર દૂરથી લોકો આવશે. એટલું જ નહીં પ્રવાસનને પણ આના કારણે ખાસ વેગ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news