‘મન કી બાત’: પીએમ મોદીનો ગોલ્ડન જ્યૂબિલી કાર્યક્રમ, 50મી વખત દેશવાસીઓને કર્યું સંબોધન
સમાજનો દરેક વર્ગ, સેલિબ્રિટીઝ બધા ભેગા મળી જાય અને સમાજમાં વિચાર-પરિવર્તનની નવી એક આધુનિક ભાષામાં, જે આજની પેઢીઓ સમજે છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ પર ‘મન કી બાત’ કરી રહ્યાં છે. પીએ મોદી 50મી વખત રેડિયો પર દેશવાસીઓને સંબોધન કરી રહ્યાં છે. અત્યાર સુધી મન કી બાતમાં પ્રધાનમંત્રીએ બાળ શિક્ષા, પ્રદુષણ ઘટાડવા, નશીલા પદાર્થોનો ઉપયોગ રોકવા જેવા મુદ્દાઓ પર તેમની વાત કરી છે. ઓક્ટોબર 2014માં પ્રસારિત આ કાર્યક્રમ પહેલા અંકમાં પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને કહ્યું હતું કે તે ઓછામાં ઓછી ખાદીના એક ઉત્પાદનો પ્રયોગ કરે જેનાથી ગરીબ વણાટ કારીગરોને સહાયતા મળી શકે છે.
‘મન કી બાત’ કાર્યક્રમની મુખ્ય અંશ વાંચો:-
- પીએમ મોદીએ કહ્યું- લોકોનું કહેવું છે હમેશાં લોકો તમને latest technology, Social Media અને Mobile Appsની સાથે જોડે છે. પરંતુ તમે લોકોની સાથે જોડાવવા માટે રેડિયોને કેમ પસંદ કર્યો?
- પીએમ મોદીએ કહ્યું- તમારી જિજ્ઞાસા ખૂબ જ સ્વાભાવિક છે કેમ કે આજના યુગમાં, જ્યારે એક સમયે રેડિયો ભુલાવી દિધો હતો તે સમયે મોદી રેડિયો લઇને કેમ આવ્યા? હું તમને એક કિસ્સો જણાવવા ઇચ્છું છું.
- પીએમ મોદીએ કહ્યું- Communicationની reach અને તેની ઉંડાઇ, કદાચ રેડિયોની સરખામણી કોઇ કરી શકતું નથી. આ તે સમયથી મારા મનમાં ભરાઇ પડ્યું છે અને તેની શક્તિનો હું અંદાજો લગાવી શકું છું.
- પીએમ મોદીએ કહ્યું- જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો ત્યારે સૌથી વધુ શક્તિશાળી માધ્યમ તરફ ધ્યાન આપવું ખૂબ જ સ્વાભાવિક હતું.
- પીએમ મોદીએ કહ્યું- તાજેતરમાં, આકાશવાણીએ 'મન કી બાત' પર એક સર્વે હાથ ધર્યો હતો. જે લોકો વચ્ચે સર્વે કરવામાં આવ્યો તેમાંથી સરેરાશ, 70 ટકા નિયમિતપણે 'મન કી બાત' સાંભળતા હોય છે.
- પીએમ મોદીએ કહ્યું- મોટાભાગના લોકો માને છે કે 'મન કી બાત'નું સૌથી મોટું યોગદાન તે છે કે તે સમાજમાં હકારાત્મકતાની લાગણીમાં વધારો કરે છે.
- જ્યારે કોઈ સરકાર એટલી શક્તિ હશે કે #selfiewithdaughterની ઝુંબેશ હરિયાણાના એક નાના ગામથી શરૂ થઇને સમગ્ર દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ફેલાયેલી જોઇએ.
- સમાજનો દરેક વર્ગ, સેલિબ્રિટીઝ બધા ભેગા મળી જાય અને સમાજમાં વિચાર-પરિવર્તનની નવી એક આધુનિક ભાષામાં, જે આજની પેઢીઓ સમજે છે.
- કેટલીકવાર 'મન કી બાત'ની મજાક પણ ઉડે છે, પરંતુ મારા મનમાં 130 કરોજ દેશવાસી રહે છે. તેમનું મન મારું મન છે.
- ‘મન કી બાત’ કોઈ સરકારી વાત નથી, તે સમાજની વાત છે. મન કી બાદ એક aspirational India, મહત્ત્વાકાંક્ષી ભારતની વાત છે.
- ભારતનું મૂળભૂત જીવન રાજકારણ નથી, ભારતનું મૂડભૂત જીવન રાજશક્તિ પણ નથી. ભારતનું મૂડભૂત જીવન સમાદનીતિ છે અને સમાજ-શક્તિ છે.
- ટી.વી. ચેનલોએ most watched radio programme બનાવ્યો છે. હું દિલથી મીડિયાને અભિનંદન આપું છું. તમારા સહકાર વિના, 'મન કી બાત'ની આ યાત્રા અધૂરી રહેતી.
- ક્યારેક આપણા પૂર્વગ્રહ સંવાદ માટે સૌથી મોટું સંકટ બની જાય છે. સ્વીકૃતિ અને પ્રતિક્રિયાઓના બદલે કોઈની વાતને સમજવું એ મારી પ્રાથમિકતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે