મહારાષ્ટ્રનો તિવરે ડેમ કરચલાના કારણે તૂટ્યો? મંત્રીએ આપ્યું નિવેદન
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં રત્નાગિરી જિલ્લામાં ચિપ્લુન તહેસીલમાં તિવરે નામનો ડેમ તૂટવા પાછળ રાજ્યના મંત્રીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના જળ સંરક્ષણ મંત્રી તાનાજી સાવંતને જ્યારે સવાલ પૂછાયો કે ખરાબ બાંધકામના કારણે તિવરે ડેમ તૂટ્યો તો તેમણે કહ્યું કે આ બંધ 2004માં કામ કરતો થયો. 15 વર્ષથી આ બંધમાં પાણીનો સંગ્રહ થઈ રહ્યો હતો. ત્યારે કઈં થયું નહીં. 2 વર્ષમાં એક સમયે આ બંધ ક્યારેય ખાલી રહ્યો હોય એવું પણ નથી.
તેમણે કહ્યું કે ગ્રામીણોના કહેવા પર અધિકારીઓએ તરત જ તેનું સમારકામ કર્યું હતું. કરચલાઓના કારણે ડેમમાં લિકેજ આવ્યું. અહીં મોટા પાયે કરચલા છે. આ તિવરે બંધને લઈને એસઆઈટી બનાવવામાં આવી છે. તેમની વિશેષજ્ઞોની ટીમ આવશે જ. પરંતુ મેં અહીંના સ્થાનિકો સાથે, ખેડૂતો સાથે વાત કરી છે અને તેમણે કહ્યું કે અહીં ક્યારેય આટલો વરસાદ પડ્યો નથી. જ્યારે રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે. પરંતુ અહીં 192 મિલીમીટર વરસાદ 8 કલાકમાં પડ્યો છે. 8 કલાકમાં પાણીનું લેવલ વધ્યું છે. વાદળ ફાટવાની વાત પણ કહેવાઈ રહી છે. તો આ બધા પહેલુઓ ઉપર વિચાર કરાશે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે તાજેતરમાં રત્નાગિરી જિલ્લામાં ચિપ્લુન તહેસીલમાં તિવરે નામનો ડેમ તૂટ્યો હતો. ડેમ તૂટવાથી નીચાણવાળા વિસ્તારોના લગભગ સાત ગામોમાં પાણી ફરી વળ્યા હતાં. આ દુર્ઘટનામાં લગભગ બે ડઝન લોકો વહી ગયા હતાં.
છેલ્લે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. આ ડેમ 3 જુલાઈના રોજ તૂટ્યો હતો. 18 મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યાં છે. આ ડેમની કેપેસિટી 0.08 ટીએમસી કહેવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે