Mumbai: મધરાતે મોટી દુર્ઘટના, બાન્દ્રા વેસ્ટમાં બે માળની ઈમારત તૂટી પડતા એકનું મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે 12.15 વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે એક બે માળની ઈમારત તૂટી પડી.

Mumbai: મધરાતે મોટી દુર્ઘટના, બાન્દ્રા વેસ્ટમાં બે માળની ઈમારત તૂટી પડતા એકનું મોત, અનેક ઘાયલ

મુંબઈ: મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં મધરાતે મોટી દુર્ઘટના ઘટી છે. રાતે 12.15 વાગ્યાની આસપાસ બાન્દ્રા વેસ્ટ વિસ્તારમાં બુધવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે એક બે માળની ઈમારત તૂટી પડી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે. તૂટી પડેલી ઈમારતના કાટમાળમાં અનેક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ ફાયરની ટીમો પહોંચી તે પહેલા કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરી લીધુ હતું. 

હાલ ફાયર બ્રિગેડની ચારથી પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ સ્થાનિક લોકોએ આપેલી જાણકારી મુજબ હજુ કાટમાળમાં બે લોકો ફસાયેલા છે. જેમને રેસ્ક્યૂ કરવાનું કામ ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. 

— ANI (@ANI) June 8, 2022

BMC ના જણાવ્યાં મુજબ બાન્દ્રા પશ્ચિમના શાસ્ત્રીનગરમાં જી+2 ઈમારત તૂટી પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું. શરૂઆતમાં કાટમાળમાં ઓછામાં ઓછા 3થી ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા હતી બચાવ અભિયાન ચાલુ હતું. બીએમસી દ્વારા કરાયેલી ટ્વીટમાં એમ પણ કહેવાયું હતું કે બાન્દ્રા પશ્ચિમમાં એક જી+2 ઈમારત તૂટી પડી છે. કેટલાક લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. 3-4 લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ સોમવારે કલ્યાણ વિસ્તારમાં નવી બનેલી બહુમાળી ઈમારતની પાર્કિંગ લિફ્ટ પડતા ચાર મેન્ટેઈનન્સ કર્મચારી ઘાયલ થયા હતા. ઘટના સાંજે સાડા છ વાગ્યાના આસપાસની હતી. જ્યારે કર્મચારીઓ 23 માળની એક ઈમારતના ચોથા માળે લિફ્ટનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news