અલૌકિક રહસ્ય...'પાંડવકાળ'ના આ મંદિરમાં મડદામાં પણ પ્રાણ ફૂંકાય છે!

અલૌકિક રહસ્યોથી ભરેલા એક શિવ મંદિર જે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી લગભગ 125 કિમીના અંતરે આવેલું છે. ઊંચા ઊંચા પહાડી રસ્તાઓ પસાર કરીને મંદિર સુધી પહોંચવું પડે છે. સેંકડો વર્ષ જૂનું આ મંદિર પોતાની અંદર અનેક રહસ્યોને છૂપાવી બેઠું છે. અહીં જમીનમાં ચારેબાજુ શિવલિંગ જોવા મળે છે. 

અલૌકિક રહસ્ય...'પાંડવકાળ'ના આ મંદિરમાં મડદામાં પણ પ્રાણ ફૂંકાય છે!

દહેરાદૂન: અલૌકિક રહસ્યોથી ભરેલા એક શિવ મંદિર જે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી લગભગ 125 કિમીના અંતરે આવેલું છે. ઊંચા ઊંચા પહાડી રસ્તાઓ પસાર કરીને મંદિર સુધી પહોંચવું પડે છે. સેંકડો વર્ષ જૂનું આ મંદિર પોતાની અંદર અનેક રહસ્યોને છૂપાવી બેઠું છે. અહીં જમીનમાં ચારેબાજુ શિવલિંગ જોવા મળે છે. 

જોવામાં સામાન્ય લાગતા અહીંના શિવલિંગ સાથે અનેક પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. પુરાતત્વ વિભાગનું માનીએ તો આ શિવલિંગ છઠ્ઠી શતાબ્દીની આજુબાજુનું એટલે કે લગભગ 1400 વર્ષ જૂના છે. પરંતુ ધર્મ અને આસ્થાનો તર્ક છે કે આ મંદિરમાં હાજર શિવલિંગ લગભગ 5 હજાર વર્ષ કરતા પણ જૂનું છે. એટલે કે મહાભારતકાળનું. 

પુરાતત્વ વિભાગે ખોદકામ કરીને આ શિવલિંગોને જમીનમાંથી બહાર કાઢ્યા. માન્યતા છે કે આ શિવલિંગ અને આ મંદિર જીવન અને મોત વચ્ચેનો એક એવો દરવાજો છે જે સદીઓથી ભક્તો માટે  ખુલ્લો છે. અહીં આવવાની કોઈને પણ મનાઈ નથી પરંતુ અહીં મૃતદેહ લાવવામાં આવે તો અલૌકિક ચમત્કાર થાય છે. માન્યતા છે કે અહીં અતૃપ્ત આત્માઓને શરીરમાં પાછા લાવીને તેમની અતૃપ્ત ઈચ્છાઓ ખતમ કરી તેમને શરીરમાંથી પાછા મોકલી દેવાય છે. 

મંદિરનો પાંડવો સાથે સંબંધ
ઉત્તરાખંડમાં ઊંચા પહાડો વચ્ચે બનેલા આ મંદિરનું નામ લાખામંડલ છે. લાખામંડલ એટલે કે લાખથી બનેલો મહેલ કે કિલ્લો. જો કે આ પહાડી વિસ્તારમાં ન તો આવો કોઈ મહેલ છે કે ન તો કિલ્લો. પરંતુ પૌરાણિક માન્યતાઓ કહે છે કે આ જગ્યા પર કૌરવોએ લાખથી એક કિલ્લો બનાવેલો હતો અને તેમાં પાંડવોને અજ્ઞાતવાસ દરમિાયન મારવાની કોશિશ થઈ હતી. પરંતુ કહે છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. જેમના રક્ષક ભગવાન વિષ્ણુ અને શિવ હોય તેમનાથી તો યમરાજ પણ કાંપે છે. 

કહે છે કે લાખામંડલમાં એ ઐતિહાસિક ગુફા આજે પણ છે જેમાં થઈને પાંડવો હેમખેમ બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ પાંડવોએ ચક્રનગરીમાં એક મહિનો વિતાવ્યો, જેને આજે ચકરાતા કહે છે. લાખામંડલ ઉપરાંત હનોલ, થૈના અને મૈન્દ્રથમાં પણ ખોદકામ દરમિયાન મળેલા પૌરાણિક શિવલિંગ તથા મૂર્તિઓ સાક્ષી છે કે આ વિસ્તારમાં પાંડવોનો વાસ રહ્યો છે.  

કહેવાય છે કે પાંડવોના અજ્ઞાતવાસ કાળમાં યુધિષ્ઠિરે લાખામંડલ સ્થિત લાક્ષેશ્વર મંદિરના પ્રાંગણમાં જે શિવલિંગની સ્થાપના કરી હતી, તે આજે પણ વિદ્યમાન છે. પૌરાણિક માન્યતા છે કે યુધિષ્ઠિરે જેવી રીતે મંદિરની બહાર બે-બે દ્વારપાળની મૂર્તિઓ લગાવી હતી તેવી જ આ મંદિરની બહાર પણ બે દ્વારપાળની મૂર્તિઓ છે. જે પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભા છે. તેમાથી એકનો હાથ કપાયેલો છે. મંદિરમાં લાગેલા શિલાલેખમાં પણ અનેક વાતો નોંધાયેલી છે. પુરાતત્વ વિભાગના જણાવ્યાં મુજબ મંદિર છઠ્ઠીથી આઠમી શતાબ્દીમાં એક રાજકુમારીએ બનાવ્યું હતું. 

મૌત-જીવન-મૌતનું અલૌકિક રહસ્ય
કહેવાય છે કે મંદિરમાં જે મૃતદેહને લાવવામાં આવે છે તેની અંદર ફરીથી આત્માનો પ્રવેશ કરાવવામાં આવે છે. તેની અતૃપ્ત ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે અને તેને ગંગાજળ પીવડાવીને તૃપ્ત કરાય છે. ત્યારબાદ આત્મા શરીરને છોડીને શિવલોક તરફ પ્રયાણ કરે છે. તેનો અર્થ એ છે કે જે પણ મૃતદેહને અહીં લાવવામાં આવે છે તેનો આત્મા ભટકતો નથી અને તેને મુક્તિ મળી જાય છે. 

મુક્તિ અને મોક્ષનું આ રહસ્ય અલૌકિક છે. તેમાં પણ અલૌકિક છે શિવનો મહિમા. લાક્ષેશ્વર મંદિરમાં બનેલા શિવલિંગ ગ્રેફાઈટના છે. જેમાં ભક્ત જળાભિષેક દરિયાન પોતાનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકે છે. એક માન્યતા એ પણ છે કે ધરતીના જન્મથી જ આ શિવલિંગ લાખામંડલમાં સ્થાપિત છે. સૌથી ચૌંકાવનારી વાત એ છે કે અહીં રહેલા દરેક શિવલિંગનો રંગ એકબીજાથી અલગ છે. તેમાં પણ રહસ્યમય વાત એ છે કે હજારો વર્ષ જમીન નીચે દબાયેલા આ શિવલિંગો પર કોઈ ઘસરકો પડ્યો નથી. છે ને કાળના પણ મહાકાળનું અલૌકિક રહસ્ય...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news