MP: સુલતાનગઢ ધોધમાં અચાનક પૂર આવતા 12 જેટલા પ્રવાસીઓ તણાયા, પાંચના મોત

સાંજના ચાર વાગ્યા આસપાસની આ ઘટના છે. પ્રવાસીઓ મસ્તી મસ્તીમાં ધોધની અંદર તો જતાં રહ્યા પરંતુ પાણીનું વહેણ એટલું જોરદાર હતું કે, યુવાનો ફરી કીનારા સુધી પહોંચી શક્યા નહીં.

 MP: સુલતાનગઢ ધોધમાં અચાનક પૂર આવતા 12 જેટલા પ્રવાસીઓ તણાયા, પાંચના મોત

શિવપુરીઃ મધ્ય પ્રદેશના શિવપુરી વિસ્તામાં મોટી દૂર્ઘટના સર્જાઇ છે. સુલતાનગઢ ધોધ પર 15મી ઓગસ્ટની રજા માણવા ગયેલા 11 જેટલા પ્રવાસી એક સાથે પાણીના પ્રવાહમાં તણાય ગયા હતા. જે પૈકી 5 યુવાનોના મોત નિપજ્યા છે. તંત્રની ઘટનાની જાણ થતાં જ તાત્કાલીક બચાવ કામગીરી પૂર જોશમાં શરૂ કરી દીધી હતી. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતાં.

સાંજના ચાર વાગ્યા આસપાસની આ ઘટના છે. પ્રવાસીઓ મસ્તી મસ્તીમાં ધોધની અંદર તો જતાં રહ્યા પરંતુ પાણીનું વહેણ એટલું જોરદાર હતું કે, યુવાનો ફરી કીનારા સુધી પહોંચી શક્યા નહીં અને તમામ યુવાનો પાણીના વહેણની સાથે તણાયા હતા. જે પૈકી 5 યુવાનોના મોત નિપજ્યા છે. તંત્રની ઘટનાની જાણ થતાં જ તાત્કાલીક બચાવ કામગીરી પૂર જોશમાં શરૂ કરી દીધી હતી. 

તંત્રને ઘટનાની જાણ થતાં જ ફસાયેલા પ્રવાસીઓને બચાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરૂ દીધી. તંત્રએ તાત્કાલિક હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચાડ્યા અને હેલિકોપ્ટરની મદદથી 7 જેટલા યુવાનોને બચાવી લેવાયા. 

તો ઘટનાની ગંભીરતાને લઇને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કર્યું હતું. શિવરાજસિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ઘટનાને પગલે હેલિકોપ્ટરની મદદથી બચાવકામગીરી શરૂ કરી દેવાઇ છે. હું સતત અધિકારીઓના સંપર્કમાં છું. અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લેવાયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news