અનોખા લગ્ન: વર એકલો પહોંચ્યો લગ્ન કરવા, બચેલા પૈસાને CM કેર ફંડમા દાન આપી દીધા
Trending Photos
ભોપાલ: કોરોના વાયરસે સમગ્ર વિશ્વની સ્થિતી બદલી નાખી છે. આ સંક્રમણને ફેલાતી અટકાવવા માટે આજે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે. લોકોને ઘરમાં જ રહેવા માટેનાં નિર્દેશો અપાઇ રહ્યા છે. રસ્તાઓ પર પોલીસનો પહેરો છે. દેશનાં અનેક વિસ્તારો સંપુર્ણ પ્રકારે સીલ થઇ ચુક્યા છે. આઝે દેશમાં કદાચ જ કોઇ એવો વ્યક્તિ હશે, જેને આ વિશ્વવ્યાપી બંધી પોતાના જીવનકાળમાં ક્યારે પણ જોઇ હોય. આ દરમિયાન મધ્યપ્રદેશનાં ઝાબુઆમાં લોકડાઉનના નિયમો હેઠળ લગ્ન થયા. દુલ્હો ગાડીમાં એકલા લગ્ન માટે ઝાંબુઆ પહોંચ્યો હતો.
કોરોના વાયરસે લોકોનાં જીવન અને રહેવાની પદ્ધતીઓને સંપુર્ણ બદલીને મુકી દીધી છે. ઝાંબુઆમાં થયેલા આ લગ્ન પહેલા સકલ વ્યાપારી સંઘને દુલ્હા-દુલ્હનનાં પરિવારે પશુ પક્ષીઓ માટે 21 હજાર રૂપિયાની સામગ્રી ભેટ કરી હતી. વેપારી સંઘના સભ્યોએ આ સામગ્રીને ગૌશાળા ઉપરાંત શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં પશુ પક્ષીઓ માટે વિતરિત કરી દીધી.
ઉલ્લેખનીય છે કે, સિસોદિયા દંપત્તીની પુત્રી ખુશબુના લગ્ન જાવરાના આશીષ ભાટી સાથે પુર્ણ કરાવ્યા. જો કે આ દંપત્તીએ પોતાનાં લગ્નમાં થનારા ખર્ચનું દાન મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં અર્પણ કર્યા. ઉપરાંત બાકી રકમ બીમાર લોકોને દંપત્તી પોતાના હાથે આપશે. આવા અસાધારણ લગ્ન અખાત્રીજનાં દિવસે થયા અને ગામમાં પાડોશીઓને પણ ખબર પડી નહોતી. વિવાહમાં ઘરનાં જ 5-6 સભ્યોએ ભાગ લીધો હતો. તેઓ પણ અન્ય કામોમાં લાગેલા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે