મોટો ઝટકો: આજથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો 

કોરોના વાયરસ (Corona Virus) ની મહામારી વચ્ચે આજથી લોકડાઉન 5 જેને અનલોક 1 (Unlock 1)  નામ આપવામાં આવ્યું છે તેનો અમલ શરૂ થઈ ગયો છે. પરંતુ તેની સાથે જ જનતાને મોટો ઝટકો પણ લાગ્યો છે. રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. તમામ ગેસ વિતરણ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાવવધારો તત્કાળ પ્રભાવથી લાગુ કરાયો છે. 
મોટો ઝટકો: આજથી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો 

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ની મહામારી વચ્ચે આજથી લોકડાઉન 5 જેને અનલોક 1 (Unlock 1)  નામ આપવામાં આવ્યું છે તેનો અમલ શરૂ થઈ ગયો છે. પરંતુ તેની સાથે જ જનતાને મોટો ઝટકો પણ લાગ્યો છે. રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. તમામ ગેસ વિતરણ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાવવધારો તત્કાળ પ્રભાવથી લાગુ કરાયો છે. 

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC) એ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર(LPG Gas Cylinder)ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા વધ્યો. હવે નવો ભાવ વધીને 593 રૂપિયા થયો છે. અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યા છે. કોલકાતામાં 31.50 રૂપિયા, મુંબઈમાં 11.50 રૂપિયા, અને ચેન્નાઈમાં 37 રૂપિયા વધારો થયો છે. 

જુઓ LIVE TV

દર મહિને ભાવમાં થતી હોય છે સમીક્ષા
અત્રે જણાવવાનું કે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલતી રહે છે. આવામાં ભાવવધારો આવશે તેવી આશંકા પહેલેથી સેવાઈ રહી હતી. ક્રુડ ઓઈલ હાલ 32 ડોલર પ્રતિ બેરલની નજીક છે. જો કે લોકડાઉનના કારણે અનેક રાજ્ય સરકારો પહેલેથી પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news