કોરોનાકાળમાં મહારાષ્ટ્રના બુલઢાણાનું આ તળાવ ચર્ચામાં, બન્યું કઈંક એવું કે વૈજ્ઞાનિકો પણ ચોંક્યા
Trending Photos
બુલઢાણા: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલું લોનાર તળાવ હંમેશાથી લોકોના મનમાં કૌતુક પેદા કરતું આવ્યું છે. ફરીથી એકવાર તેણે બધાને ચોંકાવી દીધા છે. આ વખતે ઝીલના પાણીનો રંગ બદલાઈ ગયો છે. સામાન્ય રીતે વાદળી કે લીલા રંગનું જોવા મળતું પાણી હવે લાલ રંગનું થઈ ગયુ છે. આ અનોખા રંગે સ્થાનિક લોકોને જ નહીં પરંતુ વૈજ્ઞાનિકોને પણ અચંબામાં નાખી દીધા છે.
લોનારના તહસીલદાર સૈફન નદાફનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસથી અમે ધ્યાન આપ્યું તો જોવા મળ્યું કે તળાવના પાણીનું રંગ બદલાઈ ગયું છે. અમે વન વિભાગને તેના સેમ્પલ લઈને તપાસ કરવા માટે કહ્યું છે.
Maharashtra: Water of Lonar crater lake in Buldhana district has turned red. Saifan Nadaf, Lonar tehsildar says, "In the last 2-3 days we have noticed that the colour of lake's water has changed. Forest Dept has been asked to collect a sample for analysis & find out the reason". pic.twitter.com/c19zPRIZpS
— ANI (@ANI) June 10, 2020
ઉલ્કાપિંડ ટકરાવવાની બન્યું તળાવ
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ તળાવ 35-40 હજાર વર્ષ પહેલા એક ઉલ્કાપિંડ (Meteorite) ટકરાવવાથી અસ્તિત્વમાં આવેલુ છે. આ ખારાપાણીનું તળાવ છે અને એકદમ ગોળાકાર છે. તેનો વ્યાસ 1.2 કિમી છે. કહેવાય છે કે આ તળાવ જે પિંડના પૃથ્વી સાથે ટકરાવવાથી બન્યું તેનું વજન લગભગ દસ લાખ ટન રહ્યું હશે.
જુઓ LIVE TV
જિયોલોજિસ્ટ અને સાયન્ટિસ્ટ હંમેશાથી આ તળાવ પર રિસર્ચ કર્યા કરે છે અને કહેવાય છે કે સમયાંતરે આ તળાવના પાણીમાં ફેરફાર થાય છે. પાણીના રંગમાં ફેરફારને લઈને પણ વૈજ્ઞાનિકોના અલગ અલગ અભિપ્રાય છે. કહેવાય છે કે ખારાપાણીમાં હાલોબેક્ટેરિયા અને ડુઓનિલા ફંગસ વધી જતા કેરોટીનોઈડ નામનું પિગમેન્ટ વધી જાય છે જેના કારણે પાણી લાલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે