યૂપીના મંત્રીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યું સાયબેરિયન પક્ષી, કહ્યું- ‘બાબરના નિશાન શોધવા જઇ રહી છે અયોધ્યા’

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત લોકસભા ચૂંટણી 2019 પ્રચાર પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મોહસિન રાજાએ વિવાદિત ટિપ્પણી કરી છે. મોહસિન રાજાએ પ્રિયંકાની સરખામણી સાયબેરિયન પક્ષી સાથે કરી છે.

યૂપીના મંત્રીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યું સાયબેરિયન પક્ષી, કહ્યું- ‘બાબરના નિશાન શોધવા જઇ રહી છે અયોધ્યા’

લખનઉ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત લોકસભા ચૂંટણી 2019 પ્રચાર પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મોહસિન રાજાએ વિવાદિત ટિપ્પણી કરી છે. મોહસિન રાજાએ પ્રિયંકાની સરખામણી સાયબેરિયન પક્ષી સાથે કરી છે. પ્રિયંકા ગાંધીના અયોધ્યા પ્રવાસ પર મોહસિન રાજાએ કહ્યું કે, તે સાયબેરિયન પક્ષી છે. પિકનિક કરવી તેમનું કામ છે. તેમને બાબરની યાદ આવી ગઇ હશે, એટલા માટે અયોધ્યા જવાના છે.

મોહસિને કહ્યું કે, અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે. શ્રીરામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનાર અયોધ્યામાં શું તપાસ કરવા જઇ રહ્યાં છે. લાગે છે કે, પ્રિયંકા અયોધ્યામાં કદાચ બાબરના નિશાન શોધવા દઇ રહી છે.

દિલ્હીથી ફૈઝાબાદ સુધી ટ્રેનમાં જશે પ્રિયંકા
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રેદશની પ્રભારી પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં મતદાતાઓથી સંપર્ક માટે પ્રયાગરાજથી વારાણસીની વચ્ચે બોટ યાત્રા બાદ હવે 27 માર્ચે દિલ્હીથી ફૈઝાબાજ વચ્ચે રેલ યાત્રા કરશે. પ્રિયંકા ગાંધી અયોધ્યામાં રોડ શો કરશે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે તે પવિત્ર શહેરના કોઇ ધાર્મિક સ્થળ પર જશે કે નહીં.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીથી કૈફિયત એક્સપ્રેસ દ્વારા અયોધ્યા માટે રવાના થશે. ટ્રેન સવારે 5 કલાક 30 મિનિટ પર ત્યાં પહોંચવાની આશા છે. સિંહે કહ્યું કે, અયોધ્યા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં થોડીવાર રોકાયા બાદ તે સવારે 10 વાગે અયોધ્યામાં રોડ શો કરશે. લગભગ 50 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રોડ શો કુમારગંજમાં સમાપ્ત થશે.

તેમણે કહ્યું કે, રોડ શોમાં 32 પડાવ હશે. પ્રિયંકા સ્થાનીય લોકોથી મળશે અને અયોધ્યામાં બે જનસભાઓને પણ સંબોધન કરશે. તેઓ એક સ્થાનિક સ્કૂલમાં બાળકોને પણ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news