લોકસભા ચૂંટણી 2019: પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક પછી પીએમ મોદીની લોકપ્રિયતા વધી- સર્વે

ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખે ટ્રેન્ડ વિશે જણાવ્યું કે 1 અને 7 જાન્યુઆરી વચ્ચે બે મહત્વપૂર્ણ ધટના થઇ પહેલા કેન્દ્રીય બજેટ અને બીજી પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકની ઘટના.

લોકસભા ચૂંટણી 2019: પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક પછી પીએમ મોદીની લોકપ્રિયતા વધી- સર્વે

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ પર હવાઇ હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની સરકારની સાથે લોકોને સંતુષ્ટિના સ્તરમાં જબરદસ્ત વધારો જાવા મળ્યા છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રેટિંગ ચાર્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. સીવોટર આઇએએનએસ સ્ટેટ ઓફ ધ નેશન ઓપિનિયન પોલ અનુસાર, 7 માર્ચના ઇન્ટરવ્યૂ કરવામાં આવેલા 51 ટકા લોકોએ કહ્યું કે કેન્દ્ર સરકારના કામથી તેઓ સંતુષ્ટ છે. 1 જાન્યુઆરીએ આ સંખ્યા 36 ટકા હતા. ત્યારે 7 માર્ચના નેટ એપ્રુવલ રેટિંગમાં જબરદસ્ત વધારો થયો છે અને આ વર્ષની શરૂઆતના 32 ટકાની સરખામણીએ લગભગ બમણી થઈને 62 ટકા પહોંચી ગઈ છે.

સીવોટરમાં ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખે ટ્રેન્ડ વિશે જણાવ્યું કે 1 અને 7 જાન્યુઆરી વચ્ચે બે મહત્વપૂર્ણ ધટના થઇ પહેલા કેન્દ્રીય બજેટ અને બીજી પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકની ઘટના. તેમણે કહ્યું કે, બજેટ બાદ અમે જોયું કે નેટ એપ્રુવલ રેટિંગમાં થોડા વધારો થયો હતો. એટલા માટે નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે બજેટથી આરજેડી માટે પૂરતો સપોર્ટ મળ્યો નથી. પુલવામા હુમલા બાદ ટ્રેન્ડમાં નિર્ણાયક વધારો અને બાલાકોટ હુમલા બાદ તેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

પ્રધાનમંત્રીની એપ્રુવલ રેટિંગ પુલવામા એર સ્ટ્રાઇકની સાથે વધી છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વર્ષની શરૂઆત 23 ટકાના એપ્રુવલ રેટિંગની સાથે જ હતી. પરંતુ પુલવામા અને બાલાકોટ હવાઇ હુમલા બાદ તેમની એપ્રુવલ રેટિંગ ઘટીને 8 ટકા થઇ ગઇ છે. ચૂંટણી પ્રચાર શરૂ થયા બાદ રેટિંગ બદલવાની સંભાવનાને નકારી શકાય નહીં.

ચૂંટણી કમિશનના સોશિયલ મીડિયા સંબંધી દિશા-નિર્દેશ
નવા દિશા-નિર્દેશ અનુસાર, ઉમેદવારોનું નામાંકન દાખલ કરતા સમયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનું વિવરણ કરવું આવશ્યક હશે અને ચૂંટણી આયોગ પેસબૂક, વ્હોટ્સએપ, ટ્વિટર, ગુગલ પર તેમની ગતિવિધીઓ પર નજર રાખશે. આદર્શ આચાર સંહિતાની જોગવાઈ અનુસાર ઉમેદવારો તેમજ રાજકીય દળોના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહેલી સામાગ્રી પર પણ લાગુ પડશે. કોઇપણ પ્રકારના ઉલ્લંઘન પર ચૂંટણી કમિશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news