લોકસભા ચૂંટણી 2019: BJPએ મોડી રાતે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, સંબિત પાત્રા પણ મેદાનમાં
લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શુક્રવારે મોડી રાતે પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી. આ યાદીમાં કુલ 36 ઉમેદવારોના નામ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શુક્રવારે મોડી રાતે પોતાના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી. આ યાદીમાં કુલ 36 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં મુખ્યત્વે ભાજપના હાલના પ્રવક્તા સંબિત પાત્રાનું નામ પણ સામેલ છે. પાર્ટીએ તેમને ઓડિશાની પૂરી લોકસભા સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. શુક્રવારે મોડી રાતે જાહેર થયેલી બીજી યાદીમાં આંધ્ર પ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર, ઓડિશાની બેઠકોના ઉમેદવારોના નામ સામેલ છે.
યાદીમાં આંધ્ર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રના 6 ઉમેદવાર અને ઓડિશાના પાંચ ઉમેદવારોના નામ યાદીમાં સામેલ છે. યાદીમાં આસામ અને મેઘાલય માટે પણ એક-એક ઉમેદવારનું નામ સામેલ છે. આ અગાઉ ભાજપે 184 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 220 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. મોડી રાતે જે બીજી યાદી બહાર પાડી તેમાં આંધ્ર પ્રદેશના 23 ઉમેદવારોના નામ સામેલ છે, કે જ્યાં પહેલા તબક્કામાં 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
BJP releases list of 36 candidates from Andhra Pradesh, Assam, Maharashtra, Odisha. Girish Bapat to contest from Pune (Maharashtra), Sambit Patra to contest from Puri (Odisha). #LokSabhaElections2019 pic.twitter.com/Ft3C3cl1cX
— ANI (@ANI) March 22, 2019
વિધાનસભા ચૂંટણીની યાદી પણ જાહેર કરી
ભાજપે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પણ પોતાના 51 ઉમેદવારો, ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારો અને મેઘાલયના સેલસેલ વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી માટે એક ઉમેદવારના નામની યાદી જાહેર કરી છે.
BJP releases list of 51 candidates for elections to the legislative assembly of Andhra Pradesh, 22 candidates for Odisha and 1 candidate for by-election in Selsella (Meghalaya). pic.twitter.com/jtXFqFlQ3h
— ANI (@ANI) March 22, 2019
ગુરુવારે જારી કરી હતી પહેલી યાદી
ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુરુવારે 184 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં પીએમ મોદી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને સ્મૃતિ ઈરાની જેવા દિગ્ગજ નેતાઓની બેઠકોની જાહેરાત થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડશે. જ્યારે પીએમ મોદી વારાણસીથી ચૂંટણીના મેદાનમાં છે. સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીમાં પડકાર ફેંકશે. પહેલી યાદીમાં કુલ 20 રાજ્યોને કવર કરાયા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે