લદ્દાખમાં બનશે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાંટ, રોજગારીનું સર્જન કરાશે

લદ્દાખમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનશે, જેના કારણે વિજ ઉત્પાદન સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી મળશે

લદ્દાખમાં બનશે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાંટ, રોજગારીનું સર્જન કરાશે

નવી દિલ્હી : પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે પ્રખ્યાત લદ્દાખમાં ટુંકમાં વધારે એક ઓળખ મળશે. અહીં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર દક્ષિણી કારગીલથી આશરે 200 કિલોમીટર દુર બનાવવામાં આવનારા આ પ્લાન્ટમાંથી વિજળી ઉત્પાદનની સાથે સાથે એખ વર્ષમાં આશરે 12,750 ટન કાર્બન ઉત્સર્જનને અટકાવવામાં મદદ મળશે. આ સાથે જ આસપાસનાં વિસ્તારોમાં રોજગારીનું પણ સર્જન થશે. 

નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયનાં આધિન આવેલી સંસ્થા સોલાર એનર્જી કોર્પોરેશન ઇન્ડિયા (SECI) આની સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સને પ્રમોટ કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે લદ્દાખમાં 5000 મેગાવોટનાં યુનિટ અને કારગીલ માટે 2500 મેગાવોટનાં યુનિટ વર્ષ 2023 સુધીમાં તૈયાર થઇ જશે. તે અંગે આશરે 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 

લદ્દાખની પ્રોજેક્ટ યુનિટ રણનીતિક રીતે મહત્વપુર્ણ લેહના ન્યોમામાં હનલે -ખલદોમાં બનાવવામાં આવશે. બીજી તરફ કારગીલ સોલાર પ્લાન્ટ્સ યૂનિટને જાન્સ્કારનાં સુરૂમાં બનાવવામાં આવશે જે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સથી 254 કિલોમીટરના અંતર પર છે. 

લદ્દાખ યુનિટથી જનરેટ થનાર પાવરને કૈથલ સુધી સપ્લાય કરવામાં આવશે. જેના માટે 900 કિલોમીટર લાંબી લાઇન મનાઇ માર્ગ પર બિછાવવામાં આવશે. કારગીલ યોજના શ્રીનગર પાસે ન્યૂવાનહોપમાં ગ્રિડ સાથે ચાલુ થશે.SECIનાં ડાયરેક્ટર એસ.કે મિશ્રાએ જણાવ્યું કે, ટેન્ડર્સ અંગે સમસ્યાઓ પર નજર કરવાની સાથે જ પ્રોજેક્ટનાં સ્થળ સાથે જોડાયેલી સમસ્યાઓ પર પણ ધ્યાન આપીને તેની સમસ્યાઓને દુર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક સકારાત્મક બાબત છે કે લેહ અને કારગિલ તંત્રએ પહાડી પરિષદો માટે ક્રમશ 25 હજાર અને 12500 એકર બિન ચરાણ જમીનની કિંમત નક્કી કરી છે. જે 3 ટકા વાર્ષિક વૃદ્ધી સાથે પ્રતિ વર્ષ આશરે 1200 રૂપિયા પ્રતિ હેક્ટરનું ભાડુ પણ અપાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news