દીવાળી 2020: જાણો લક્ષ્મી પૂજાનું મુહૂર્ત, તૈયારી અને સંપૂર્ણ વિધિ

હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દીવાળી (Diwali 2020) ઉજવવાનો સમય નજીક આવી ગયો છે. દિવાળી અથવા દીપાવલીનો શુભ તહેવાર આ વખતે 14 નવેમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવશે.

દીવાળી 2020: જાણો લક્ષ્મી પૂજાનું મુહૂર્ત, તૈયારી અને સંપૂર્ણ વિધિ

નવી દિલ્હી: હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર દીવાળી (Diwali 2020) ઉજવવાનો સમય નજીક આવી ગયો છે. દિવાળી અથવા દીપાવલીનો શુભ તહેવાર આ વખતે 14 નવેમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં દેવી લક્ષ્મી  (Goddess Lakshmi) અને ભગવાન ગણેશ (Lord Ganesha) ની પૂજા કરવામાં આવે છે અને ભક્ત તેમની પાસે ઘન-સમૃદ્ધિ માંગે છે. આ દિવસે ધર, દુકાન અને ઓફિસમાં દીવા, માટીના વાસણો, રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. લક્ષ્મી પૂજા દિવસે સાંજે લોકો પારંપારિક વસ્ત્રોમાં સજ્જ થઇને પૂજા કરે છે. 

લક્ષ્મી પૂજા 2020નું મુહૂર્ત: 
આ વર્ષે પૂજાનું શુભ મુહૂર્ત 14 નવેમ્બરના રોજ સાંજે 05:28 વાગે સાંજે 07:24 વાગ્યા સુધી છે (સમય 1 કલાક 56 મિનિટ). તો બીજી તરફ પ્રદોષ કાળ સાંજે 05:27 વાગ્યાથી 08:07 વાગ્યા સુધી રહેશે. તો બીજી તરફ અમાવસનીએ તીથિ 14 નવેમ્બરના રોજ બપોરે 02:17 વાગ્યાથી 15 નવેમ્બર સવારે 10:36 સુધી રહેશે. 

લક્ષ્મી પૂજન (Lakshmi Puja) ની વિધિ:
1. લક્ષ્મી પૂજન માટે ખાસ તૈયારી કરવી પડે છે. તેના માટે સૌથી પહેલાં પોતાના ઘરે એક સ્થળ નક્કી કરો જ્યાં પૂજા કરવા માંગો છો. ઘરમાં જ્યાં મંદિર હોય, તે જગ્યા પર લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. આ જગ્યાને ગંગાજળ અથવા સાદા પાણીથી સાફ કરો. પછી લાકડાના પાટ પર પીળું અથવા લાલ કપડું પાથરો. તેના પર ચોખાના લોટથી એક નાની રંગોળી બનાવો. અહીં સન્માનપૂર્વક દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખો. તેની જમણી અને ડાબી તરફ એક મુઠ્ઠી અનાજ રાખો. 

2. ત્યારબાદ 'કળશ' તૈયાર કરો. 'કળશ' ને પાણી, એક સોપારી, ગલગોટાનું એક ફૂલ, સિક્કો અને ચોખાથી ભરો. કળશ પર નારિયેળ રાખોમ તેના રેશાવાળો ભાગ ઉપરની તરફ હોય. આ નારિયેળની ચારેય તરફ આંબાના 5 પત્તા લગાવો. 

3. હવે 'પૂજાની થાળી' તૈયાર કરો. તેમાં અક્ષત (ચોખા) મુકો. હળદર પાવડર વડે કમળનું ફૂલ બનાવો અને તેના પર લક્ષ્મીજીની મૂર્તિ રાખો. મૂર્તિની આગળ થોડા સિક્કા મુકો. 

4. હિંદુ માન્યતાઓ અનુસાર પૂજા અથવા હવન કરતી વખતે સૌથી પહેલા પ્રથમપૂજ્ય ભગવાન ગણેશને આમંત્રિત કરવામાં આવે છે. એટલા માટે 'કળશ'ની જમણી તરફ ગણપતિની એક મૂર્તિ મુકો. યાદ રાખો કે આ દક્ષિણ પશ્વિમ દિશામાં હોય. ભગવાન માથા પર હળદર કંકુનું તિલક લગાવો, અક્ષત ચઢાવો. 

5. ત્યારબાદ તમે તમારા ધંધા અથવા વેપાર સાથે સંકળાયેલા ખાતા અથવા પેન વગેરેને મુકીને દેવી-દેવતાના આર્શિવાદ લો. ત્યારબાદ દીપક પ્રગટાવો. 

6. ધીનો દિવો પ્રગટાવી પૂજાની થાળીમાં રાખો. તેના પર અક્ષત, કંકુ અને ફૂલ છાંટો. કળશ પર તિલક લગાવો અને તેના પર થોડા ફૂલ પણ ચઢાવો. 

7. હવે દેવીનું આહવાન કરો. તેના માટે લક્ષ્મી માતના વૈદિક મંત્રોને યોગ્ય રીતે જાપ કરો. આંખો બંધ કરીને દેવીની પ્રાર્થના કરો, તેને ફૂલ અને ચોખા અર્પિત કરો. 

8. દેવીને એક પ્લેટમાં મુકીને સ્નાન કરાવો, તેના પર પંચામૃત ચઢાવો. મૂર્તિને ફરીથી જળ વડે શુદ્ધ કરીને સાફ કરો. તેમને હળદર-કંકુનું તિલક લગાવો. અક્ષત લગાવીને ફૂલોની તાજા માળી પહેરાવો. દેવી સામે અગરબત્તી લગાવો. 

9. પછી દેવીને મિઠાઇનો ભોગ લગાવો. તેમની સામે નારિયેળ, પાનના પત્તા પર સોપારી રાખો. મા દેવીને દિવાળીની મિઠાઇ, ફળ, ધન અથવા કોઇ કીંમતી આભૂષણ ભેટમાં ચઢાવો. 

10. અંતમાં ઘરના તમામ લોકો મળીને દેવીની આરતી કરો, તેનાથી ધન-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરો. આ પ્રકારે ભગવાન ગણેશની પણ પ્રાર્થના કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news