Kinnaur Landslide: મૃત્યુઆંક 10 થયો, 14 લોકોને રેસ્ક્યૂ કરાયા
માચલ પ્રદેશ (Himachal Pradesh) ના કિન્નૌરમાં થયેલા લેન્ડ સ્લાઈડ મામલે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. રાહત કાર્યમાં લાગેલી ITBP ને અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળ્યા છે.
Trending Photos
શિમલા: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના કિન્નૌરમાં થયેલા લેન્ડ સ્લાઈડ મામલે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. રાહત કાર્યમાં લાગેલી ITBP ને અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળ્યા છે. જ્યારે 14 ઘાયલ લોકોને રેસ્ક્યૂ કરાયા છે.
એજન્સીઓ ચલાવી રહી છે બચાવ કાર્ય
મળતી માહિતી મુજબ કિનૌર અકસ્માતમાં 50થી 60 લોકો ફસાયેલા હોવાની આશંકા હતી. સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે NDRF, ITBP અને પોલીસની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે. પહાડ ધસી પડવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં સમસ્યા આવી રહી છે. તેમણે જણાવ્યું કે હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓને હેલિકોપ્ટર આપવાના આગ્રહ કરાયા છે. આ સાથે જ આર્મી પાસેથી પણ બે હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે.
Visuals of Drone camera of the landslide site in #Kinnaur, HP earlier today. The 200 meter stretch seen covered with rubble. 2 ITBP teams are searching for the ill fated Bus from different directions in the downslopes to the river bed.#kinnaurlandslide pic.twitter.com/UOvRHFn1PL
— ITBP (@ITBP_official) August 11, 2021
તેમણે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને આ અકસ્માતની જાણકારી લીધી છે. તેમણે આ ઘટનામાં બચાવ કાર્યમાં દરેક શક્ય મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. આ અકસ્માતમાં એક બસ, ટ્રક અને બે અન્ય ગાડીઓ પણ ફસાયેલી છે. અકસ્માતના કારણે 50થી 60 લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
Visuals of shooting stones and landslide at the landslide site near Nugalsari, Kinnaur, HP at 1300 Hrs today. 10 dead bodies have been retrieved so far from the rubble. 14 people have been rescued. #kinnaurlandslide #Kinnaur pic.twitter.com/iuEfLTPY6u
— ITBP (@ITBP_official) August 11, 2021
કિન્નૌરમાં થયું ભૂસ્ખલન
અત્રે જણાવવાનું કે બુધવારે કિન્નૌર જિલ્લામાં નિગુલસેરીમાં પહાડનો મોટો હિસ્સો તૂટીને નીચે પડ્યો. જેની ચપેટમાં હિમાચલ રોડવેઝની બસ સહિત અને ગાડીઓ આવી ગઈ. એક મહિનાથી પણ ઓછા સમયમાં કિનૌરમાં ભૂસ્ખલનની આ બીજી મોટી ઘટના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે