286 વર્ષ બાદ નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ, જાણો 600 વર્ષની યાત્રા

Kashi Vishwanath corridor: કહેવામાં આવે છે કે આશરે 100 વર્ષ બાદ ઔરંગજેબે આ મંદિરને દ્વસ્ત કરી દીધુ અને પછી આગળ લગભગ 125 વર્ષ સુધી અહીં કોઈ વિશ્વનાથ મંદિર નહોતું. ત્યારબાદ વર્ષ 1735માં ઈન્દોરના મહારાણી દેવી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનનિર્માણ કરાવ્યું હતું.
 

286 વર્ષ બાદ નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ, જાણો 600 વર્ષની યાત્રા

વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય ક્ષેત્રમાં કાશી વિશ્વનાથ ધામ કોરીડોર (Kashi Vishwanath corridor) નું લોકાર્પણ કર્યુ છે. આ પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. લાંબા સમયથી આ પરિયોજના પર કામ કરવામાં આવી રહ્યું હતું અને આશરે 32 મહિનામાં બાબાના સંપૂર્ણ પરિસરની કાયાકલ્પ થઈ ગઈ. હવે બાબા વિશ્વનાથ મંદિરનો વિસ્તાર ગંગા કિનારા સુધી છે. કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન પહેલા ગંગા સ્નાન કે પછી આમચનની માન્યતા છે. હવે શ્રદ્ધાળુ ગંગા સ્નાન કરી ગંગા જળ લઈને સીધા બાબા વિશ્વનાથના દર્શન કરી શકશે અને બધુ મંદિર પ્રાંગણમાં જ હશે. 

કાશી વિશ્વનાથ ધામની ખાસ વાતો
આશરે સવા 5 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલું કાશી વિશ્વનાથ ધામ બનીને તૈયાર થઈ રહ્યું છે. આ ભવ્ય કોરિડોરમાં નાની-મોટી 23 ઇમારતો અને 27 મંદિર છે. હવે કાશી વિશ્વનાથ જનારા શ્રદ્ધાલુઓએ નાના રસ્તામાંથી પસાર થવું પડશે નહીં. આ કોરિડોરને લગભગ 50,000 વર્ગ મીટરના એક મોટા પરિસરમાં બનાવવામાં આવ્યો છે. 

આ કોરિડોરને ચાર ભાગમાં વેચવામાં આવ્યો છે. તેમાં 4 મોટા-મોટા ગેટ અને પ્રદક્ષિણા પથ પર સંગમરમરના 22 શિલાલેખ લગાવવામાં આવ્યા છે. તેમાં કાશીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય કોરિડોરમાં મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ યાત્રી સુવિધા કેન્દ્ર, ચાર શોપિંગ કોમ્પલેક્સ, મલ્ટીપરપસ હોલ, સિટી મ્યૂઝિયમ, વારાણસી ગેલેરી જેવી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

કાશી વિશ્વનાથ મંદિરનો ઈતિહાસ
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણ અને પુનનિર્માણને લઈને અનેક પ્રકારની ધારણાઓ છે. ઇતિહાસકારો પ્રમાણે વિશ્વનાથ મંદિરનું નિર્માણ અકબરના નવરત્નોમાંથી એક રાજા ટોડરમલે કરાવ્યુ હતું. વારાણસી સ્થિત કાશી વિદ્યાપીઠમાં ઈતિહાસ વિભાગના પ્રોફેસર રહી ચુકેલા ડોક્ટર રાજીવ દ્વિવેદીએ જણાવ્યુ- વિશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા ટોડરમલે કરાવ્યુ, તેના ઐતિહાસિક પ્રમાણ છે અને ટોડરમલે આ પ્રકારના અન્ય નિર્માણ પણ કરાવ્યા છે. પરંતુ આ કામ તેમણે અકબરના આદેશથી કરાવ્યું, આ વાત ઐતિહાસિક રૂપથી સાચી નથી. રાજા ટોડરમલની હેસિયત અકબરના દરબારમાં એવી હતી કે આ કામ માટે તેમને આદેશની જરૂર નહોતી. 

કહેવામાં આવે છે કે આશરે 100 વર્ષ બાદ ઔરંગજેબે આ મંદિરને દ્વસ્ત કરી દીધુ અને પછી આગળ લગભગ 125 વર્ષ સુધી અહીં કોઈ વિશ્વનાથ મંદિર નહોતું. ત્યારબાદ વર્ષ 1735માં ઈન્દોરના મહારાણી દેવી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનનિર્માણ કરાવ્યું હતું. હવે 286 વર્ષ બાદ આ મંદિરને નવા અવતારમાં દુનિયાની સામે પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. 2000 વર્ગ મીટરમાં ફેલાયેલા મંદિરના દર્શન માટે લોકોએ સાંકડી શેરીઓમાંથી પસાર થઈ આવવું પડતું હતું પરંતુ હવે આ દિવ્ય અને ભવ્ય કોરિડોરના લોકાર્પણ બાદ લોકો સરળતાથી બાબાના દર્શન કરી શકશે. 

કાશી વિશ્વનાથ મંદિરનું મહત્વ
કહેવામાં આવે છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂલ પર ટકેલું છે. દૂર-દૂરથી લોકો અહીં બાબા વિશ્વનાથના દર્શને આવે છે. કાશીને સૌથી પવિત્ર શહેરોમાંથી એક માનવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિશ્વનાથ અહીં બહ્માંડના સ્વામીના રૂપમાં નિવાસ કરે છે. કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. આ જ્યોતિર્લિંગ મંદિર ગંગા નદીના પશ્ચિમ ઘાટ પર સ્થિત છે. પૌરાણિક માનયતાઓ અનુસાર કાશીમાં બાબા વિશ્વનાથના દર્શનથી માત્ર પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news