Hijab controversy: કમ સે કમ શુક્રવારે હિજાબ પહેરવા દો, હાઈકોર્ટમાં વિદ્યાર્થિનીઓની માંગ; સુનાવણી સ્થગિત
Karnataka Hijab Row: કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદને લઈને સતત પાંચમાં દિવસે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં અરજીકર્તા પક્ષ તરફથી વિવિધ દલીલો કરવામાં આવી હતી. હવે આ મુદ્દે શુક્રવારે વધુ સુનાવણી થશે.
Trending Photos
બેંગુલોરઃ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદને લઈને આજે ફરી સુનાવણી થઈ હતી. આ દરમિયાન વિદ્યાર્થિનીઓ તરફથી વકીલ વિનોદ કુલકર્ણીએ પીઠને વિનંતી કરી કે શુક્રવારે જુમ્મા છે, મહેરબાની કરીને હાલ માટે વિદ્યાર્થિનીઓને શુક્રવારના દિવસે હિજાબ પહેરવાની મંજૂરી આપી દો. પીઠે કહ્યુ કે, બરોબર છે, અમે તમારી વિનંતી પર વિચાર કરીશું. પછી થોડા સમય બાદ સુનાવણી શુક્રવાર માટે સ્થગિત થઈ ગઈ હતી.
ગુરૂવારે એક વાર ફરી કર્ણાટક હાઈ કોર્ટમાં હિજાબ વિવાદને લઈને સુનાવણી શરૂ થઈ. પાર્ટી-ઇન પર્સન વિનોદ કુલકર્ણીએ પીઠને વિનંતી કરી કે શુક્રવારના દિવસે શાળામાં હિજાબ પહેરવાની છૂટ આપવા માટે વિનંતી કરી હતી. વિનોદ કુલકર્ણીએ કહ્યુ- શુક્રવારે જુમ્મા છે. મહેરબાની કરીને આ વિદ્યાર્થિનીઓને ઓછામાં ઓછા શુક્રવારે હિજાબ પહેરવાની મંજૂરી આપે. આ અંતરિમ આદેશ સામૂહિક ઉન્માદ પેદા કરી રહ્યો છે. કોર્ટે જવાબ આપ્યો કે અમે તમારી વિનંતી પર વિચાર કરીશું.
આ પહેલા અરજીકર્તા તરફથી વકીલ રહમથુલ્લા કોઠવાલે માનવાધિકારોની સાર્વભૌમિક જાહેરાતનો હવાલો આપતા કહ્યુ કે, યૂડીએચઆર અનુસાર, બધાને ધર્મની સ્વતંત્રતા અને અતંરાત્માની સ્વતંત્રતા છે.
તો હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક સામાજિક કાર્યકર્તાની અરજી નકારી દીધી હતી. પીઠે કહ્યુ- અમે સંતુષ્ટ નથી કે આ જનહિત અરજી નિયમો અનુસાર દાખલ કરવામાં આવી છે. તો ગુરૂવારે શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પહેરવાને લઈને મંજૂરીને લઈને દાખલ અરજી ફરી સ્થગિત થઈ ગઈ છે. હવે આ મામલામાં આગામી સુનાવણી શુક્રવારે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે