Karnataka Election: કર્ણાટકમાં CMની રેસ માટે રસાકસી - સિદ્ધારમૈયાએ ધારાસભ્યો સાથે બેઠકો શરૂ કરી
Karnataka Election Result 2023: કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર આ રેસમાં સૌથી આગળ છે.
Trending Photos
Karnataka Election Result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પાર્ટીએ રાજ્યમાં 224 વિધાનસભા બેઠકોમાંથી 135 બેઠકો જીતી છે. હવે કર્ણાટકના નવા સીએમને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મંથન શરૂ થઈ ગયું છે. હાલમાં કર્ણાટકના સીએમ પદની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સૌથી આગળ ચાલી રહ્યા છે. ડીકે શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને કર્ણાટકના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે 2 માંથી કોઈ 1ની પસંદગી કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે.
કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે આજે (14 મે) સાંજે વિધાનમંડળ પક્ષની બેઠક બોલાવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે 6.30 વાગ્યે બેંગલુરુની હોટેલ શંગ્રી-લામાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાંથી જે પણ પરિણામ આવશે તે અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ધારાસભ્ય દળની બેઠક પહેલા સિદ્ધારમૈયાએ તેમના વિશ્વાસુ ધારાસભ્યો સાથે એક અલગ બેઠક કરી હતી. આ બેઠકમાં દિનેશ ગુંડુ રાવ, એમએન પાતાલ અને બૈથરી સુરેશ સહિત ઘણા ધારાસભ્યો હાજર રહ્યા.
આ પણ વાંચો:
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ
પોસ્ટરો લાગવાના શરૂ થયા
સમર્થકોએ સિદ્ધારમૈયાના ઘરની બહાર પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ પોસ્ટરમાં સિદ્ધારમૈયાને કર્ણાટકના આગામી સીએમ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે જ સમયે, ડીકે શિવકુમારના ઘરની બહાર પણ આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં તેમને આગામી મુખ્યમંત્રી તરીકે બોલાવતા તેમના જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આવતીકાલે (15 મે) તેમનો જન્મદિવસ છે. તેમનો જન્મ 15 મે 1962ના રોજ થયો હતો, આવતીકાલે તેઓ 61 વર્ષના થશે.
ડેપ્યુટી CM માટે વધુ 2 નામ
કર્ણાટકમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળ્યા બાદ પણ શનિવારે રાત્રે સીએમ અને ડેપ્યુટી સીએમ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયાની છબી એક માસ લીડરની છે, તેથી તેઓ સીએમ તરીકે પ્રથમ પસંદગી બની શકે છે. બીજી તરફ વોક્કાલિગા સમુદાયમાંથી આવતા શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ સિવાય ડેપ્યુટી સીએમ તરીકે એમબી પાટીલ (લિંગાયત) અને પૂર્વ ડેપ્યુટી સીએમ પરમેશ્વર (દલિત)ના નામ પણ ચર્ચામાં છે.
શિવકુમારે આભાર વ્યક્ત કર્યો
કર્ણાટકમાં બમ્પર જીત બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું, 'મેં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આપેલું વચન પૂરું કર્યું છે. હું તેમના પગે પડું છું અને સંયુક્ત કર્ણાટકના લોકો પાસેથી આશીર્વાદ માંગું છું અને તેમના સમર્થન માટે તેમનો આભાર માનું છું. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને મતદાન કર્યું. વિશ્વાસ દર્શાવવા માટે હું ગાંધી પરિવાર અને સિદ્ધારમૈયા સહિત પક્ષના તમામ નેતાઓનો આભાર માનું છું.'
રાહુલ PM બની શકે છેઃ સિદ્ધારમૈયા
પરિણામો પછી સિદ્ધારમૈયાએ કહ્યું, 'કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવવા જઈ રહી છે. અમે પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસને લગભગ 130 બેઠકો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકના લોકો પરિવર્તન ઈચ્છે છે. તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા હતા. આ ચૂંટણીનું પરિણામ લોકસભાની ચૂંટણી માટે એક પગથિયું છે. મને આશા છે કે તમામ બિન-ભાજપ પક્ષો સાથે આવશે. મને ઉમ્મીદ છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.
આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે