Karnal: કરનાલમાં 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારનો જથ્થો જપ્ત

કરનાલ પોલીસે ગુરૂવારે સવારે મધુબન પોલીસ મથક ક્ષેત્રના નેશનલ હાઇવે સ્થિત બસતાડા ટોલ પ્લાઝા પાસેથી એક ઇનોવા કારમાં ચાર યુવકોની ધરપકડ કરી છે. આ ચારેય યુવક આતંકવાદી ગતિવિધિઓમાં લુપ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

Karnal: કરનાલમાં 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારનો જથ્થો જપ્ત

Terrorist caught from Karnal: કરનાલ પોલીસે ગુરૂવારે સવારે મધુબન પોલીસ મથક ક્ષેત્રના નેશનલ હાઇવે સ્થિત બસતાડા ટોલ પ્લાઝા પાસેથી એક ઇનોવા કારમાં ચાર યુવકોની ધરપકડ કરી છે. આ ચારેય યુવક આતંકવાદી ગતિવિધિઓમાં લુપ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ મામલે પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે. બોમ્બ સ્ક્વોડની ટીમ તથા અન્ય એજન્સીઓ તપાસમાં લાગી ગઇ છે. 

સમગ્ર મામલે કેસની તપાસ દરમિયાન બોમ્બ સ્ક્વોડની ટુકડી બોલાવવામાં આવી છે. આતંકવાદીઓને પકડ્યા બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ લોકો કોઇપણ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે. 

શંકાસ્પદોની થઇ ઓળખ
શંકાસ્પદ આતંકવાદીઓના નામ ગુરપ્રીત સિંહ, અમનદીપ, ભૂપેન્દ્ર અને પરમિંદર છે. ચારેય સંદિગ્ધ પંજાબના ફિરોજપુર અને લુધિયાણાના રહેવાસી છે. કરનાલ પોલીસને સૂચના મળી હતી કે આ ચારેય આતંકવાદી પંજાબ તરફથી કરનાલમાં દાખલ થવાના છે જે એક ઇનોવા કારમાં સવાર છે તેમની પાસે હથિયાર પણ છે. પોલીસે હવે તે શોધવાનો પ્રયત્ન કરી રહી છે કે ચારેય આતંકવાદી કોના કહેવા અપ્ર અને ક્યાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા માંગતા હતા. આ શંકાસ્પદોમાં ત્રણ ફિરોજપુર અને એક લુધિયાણાનો રહેવાસી છે. જાણકારી અનુસાર આ તમામ શંકાસ્પદો આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા (Babbar Khalsa) સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

— Zee News (@ZeeNews) May 5, 2022

બબ્બર ખાલસા સાથે જોડાયેલા છે સંદિગ્ધ આતંકવાદી
પોલીસે આ સંદિગ્ધોની પાસે જે ઇનોવા કાર મળી છે. તેમાં મોટી માત્રમાં ગોળીઓ અને દારૂગોળાના કંટેનર પણ મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે કંટેનરમાં રાખવામાં આવેલો વિસ્ફોટક પદાર્થ આરડીએક્સ હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે કરનાર પોલીસને ટિપ મળી હતી કે ચાર શંકાસ્પદ આતંકવાદી પંજાબ તરફથી કરનાલમાં દાખલ થવાના છે જે એક ઇનોવા કારમાં સવાર છે અને તેમની પાસે હથિયાર પણ છે. 

આ ઇનપુટ પર કાર્યવાહી કરતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ મળીને બસતાડા ટોલ પ્લાઝા પાસે નાકું લગાવ્યું અને એક ગાડીને ચેકિંગ માટે અટકાવી. ગાડીની તલાશી લેતાં આ મોતનો સામાન મળી આવ્યો હતો. જાણકારી અનુસાર આ તમામ શંકાસ્પદો આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

કરનાલમાં વિસ્ફોટકોની મળી આવતાં હરિયાણાના સીએમ મનોહર લાલે કહ્યું કે આરોપીઓને હરિયાણાથી પસાર થતાં વિસ્ફોટકો સાથે પકડાયા હતા. પોલીસ કેસની તપાસ કરી રહી છે. 

(ઇનપુટ: કમરજીત સિંહ વિર્ક) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news