કાલીચરણ મહારાજની ખજુરાહોથી ધરપકડ, મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે.

કાલીચરણ મહારાજની ખજુરાહોથી ધરપકડ, મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

નવી દિલ્હી: રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે. રાયપુર પોલીસે ખજુરાહોની એક હોટલમાંથી કાલીચરણની ધરપકડ કરી છે. હવે કાલીચરણને બપોર સુધીમાં પોલીસ રાયપુર લઈને આવશે. અત્રે જણાવવાનું કે મહારાજ કાલીચરણ વિરુદ્ધ ટિકરાપારા પોલીસ મથકમાં કેસ નોંધાયો છે. 

નિવેદન પર પસ્તાવો નથી- કાલીચરણ મહારાજ
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે કેસ દાખલ થયા બાદ કથિત ધર્મગુરુ કાલીચરણ મહારાજે કહ્યું કે તેમને તેનો કોઈ પસ્તાવો નથી. અહીંના રાવણભાઠા મેદાનમાં રવિવારે સાંજે બે દિવસની ધર્મ સંસદના અંતિમ દિવસે કાલીચરણે પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રશંસા કરી હતી. 

વાયરલ વીડિયોમાં ટિપ્પણી યોગ્ય ઠેરવી
આજે ધરપકડ પહેલા રાયપુરમાં પોતાના વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ કાલીચરણે એક વીડિયો બહાર પાડીને પોતાની ટિપ્પણીઓને યોગ્ય ઠેરવી છે. વીડિયોમાં કાલીચરણે કહ્યું કે 'ગાંધી વિશે અપશબ્દ બોલવા બદલ મારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. મને તેનો કોઈ પસ્તાવો નથી.' તેમણે કહ્યું કે 'હું ગાંધીને રાષ્ટ્રપિતા માનતો નથી. જો સાચું બોલવાની સજા મૃત્યુ હોય તો મને તે સ્વીકાર્ય છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news