જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધારણ કર્યો કેસરીયો, કહ્યું- કોંગ્રેસ છોડતી વખતે દુખી પણ છું, વ્યથિત પણ
કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબદ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા પ્રેસ કોન્ફ્રેંસ કરી રહ્યા છે.
Trending Photos
ભોપાલ: કોંગ્રેસમાંથી બગાવત કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હીમાં બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબદ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા પ્રેસ કોન્ફ્રેંસ કરી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધી હતી. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ તેમને ભાજપની સદસ્યતા અપાવી હતી. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે રાજમાતા સિંધિયાજી ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિસ્તાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે તેમના પૌત્ર અમારી પાર્ટીમાં આવ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પરિવારના સભ્ય છે, એવામાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધી હતી. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ તેમને ભાજપની સદસ્યતા અપાવી હતી. પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ આ દરમિયાન કહ્યું કે રાજમાતા સિંધિયાજી ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિસ્તાર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે તેમના પૌત્ર અમારી પાર્ટીમાં આવ્યા છે. જેપી નડ્ડાએ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પરિવારના સભ્ય છે, એવામાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આજે મધ્ય પ્રદેશમાં ટ્રાંસફર માફિયાનો ઉદ્યોગ ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ મને એક નવું મંચ આપવાની તક આપી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આજે મન વ્યથિત છે અને દુખી પણ છે. જે કોંગ્રેસ પાર્ટી પહેલાં હતી તે આજે રહી નથી, તેના ત્રણ મુખ્ય બિંદુ છે. પહેલો કે વાસ્તવિકતાને નકારી કાઢવી, નવી વિચારધારા અને નેતૃત્વને માન્યતા ન મળવી. 2018માં જ્યારે મધ્ય પ્રદેશમાં સરકાર બની તો એક સપનું હતું, પરંતુ તે વિખેરાઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકારે વાયદા પુરા કર્યા નથી.
ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહજીનો આભારી છું કે તેમને પરિવારમાં સ્થાન આપ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મારા જીવનમાં બે તારીખ મહત્વપૂર્ણ રહી છે, તેમાં પહેલી 30 ડિસેમ્બર 2001 જે દિવસે મેં મારા પિતાને ગુમાવ્યા, તે જીંદગી બદલી નાખનાર દિવસ છે. અને બીજી તારીખ 10 માર્ચ 2020ને જ્યાં જીવનમાં એક મોટો નિર્ણય મેં લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે