JNU હિંસાઃ સ્મૃતિ ઇરાની અને પ્રકાશ જાવડેકરે કહ્યું- જૂઠનો પર્દાફાશ થયો

સ્મૃતિ ઇરાનીએ કહ્યું, તેણે મારામારી કરી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું જે આપણા દેશના ટેક્સપેયર્સના ટેક્સથી બને છે. છાત્રોને રજીસ્ટ્રેશન કરાવવાથી રોક્યા અને કેમ્પસને રાજનીતિનો અખાડો બનાવી દીધો છે.
 

JNU હિંસાઃ સ્મૃતિ ઇરાની અને પ્રકાશ જાવડેકરે કહ્યું- જૂઠનો પર્દાફાશ થયો

નવી દિલ્હીઃ જેએનયૂ હિંસા મામલામાં પોલીસે અત્યાર સુધી તપાસ પ્રમાણે કેટલાક નામ સામે રાખ્યા છે. તેમાં જેએનયૂ સ્ટૂડન્ટ યૂનિયનની અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે. પોસીસ દ્વારા જણાવવામાં આવેલા નામોમાં ત્રણ એબીવીપી અને સાત લેફ્ટ સાથે જોડાયેલા છે. પોલીસની પત્રકાર પરિષદ બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પાંચ દિવસથી ચાલી રહેલા જૂઠનો પર્દાફાશ થઈ ગયો છે. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ કહ્યું કે, જેએનયૂના લેફ્ટનો નકાબ હટી ગયો છે. 

સ્મૃતિ ઇરાનીએ કહ્યું, તેણે મારામારી કરી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું જે આપણા દેશના ટેક્સપેયર્સના ટેક્સથી બને છે. છાત્રોને રજીસ્ટ્રેશન કરાવવાથી રોક્યા અને કેમ્પસને રાજનીતિનો અખાડો બનાવી દીધો છે. હવે દિલ્હી પોલીસે સત્યા સામે લાવી દીધું છે. 

— Smriti Z Irani (@smritiirani) January 10, 2020

પ્રકાશ જાવડેકરે કહ્યું, 'પાંચ દિવસથી લોકો જૂઠ ફેલાવી રહ્યાં હતા અને આરોપ એબીવીપી અને ભાજપ પર લગાવી રહ્યાં હતા. તે સત્ય નહતું. લેફ્ટ સંગઠનોએ પહેલાથી જ હિંસાની યોજના બનાવી હતી. તેણે સીસીટીવી ખરાબ કરી દીધા હતા અને સર્વર રૂમ પણ તોડી દીધો હતો.' તો જેએનયૂના વીસી એમ જગદીશ કુમારે કહ્યું કે, વિન્ટર સેમેસ્ટર માટે હજારો છાત્રો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. જેએનયૂ તંત્ર વિદ્યાર્થીઓની સુવિધા માટે કામ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓને પરત આવવાની અપીલ કરવામાં આવી રહી છે. 

શનિવારે પોલીસે જણાવ્યું હતું કે હિંસામાં સામેલ 10 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાં જેએનયૂએસયૂની પ્રમુખ આઇશી ઘોષ પણ સામેલ હતી. તેને નોટિસ મોકલીને જવાબ માગવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તબક્કાવાર રીતે જેએનયૂ ઘટનાક્રમને જણાવ્યો હતો. પોલીસ પ્રમાણે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવાથી રોકવામાં આવ્યા અને પછી સર્વર રુમમાં તોડફોડ થઈ હતી. 5 જાન્યુઆરીએ દિવસે પહેલા પેરિયાર હોસ્ટેલમાં હુમલો થયો હતો. તેમાં આઇશી ઘોષ પણ સામેલ હતી. ત્યારબાદ માસ્કધારીઓએ સાબરમતી હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news