હરિયાણામાં JJP બની કિંગ મેકર, દુષ્યંત ચૌટાલાએ કહ્યું સત્તાની ચાવી અમારા હાથમાં'

દુષ્યંત ચૌટાલાએ સ્પષ્ટ કર્યું છે કે કોને સમર્થન આપવું જોઇએ આવા નિર્ણય ઉતાવળમાં કરી ન શકાય. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં શુક્રવારે જેજેપીની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક થશે જેમાં નક્કી કરવામાં આવ્યું કે પાર્ટી કોંગ્રેસ અથવા ભાજપમાંથી કોની સાથે જશે. 

હરિયાણામાં JJP બની કિંગ મેકર, દુષ્યંત ચૌટાલાએ કહ્યું સત્તાની ચાવી અમારા હાથમાં'

ચંદીગઢ: હરિયાણા (Haryana elections result 2019)માં 90 સીટોના રુઝાન આવી ગયા છે. ગુરૂવારે સવારે 8 વાગે મતદાન ગણતરી શરૂ થતાં જ એ સ્પષ્ટ થઇ ગયું હતું કે 11 મહિના પહેલાં બનેલી જનનાયક જનતા પાર્ટી (JJP) સરકાર રચવામાં મોટી ભૂમિકા ભજવશે. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ પણ કહી દીધું છે કે સત્તાની ચાવી અમારા હાથમાં હશે.

દુષ્યંત ચૌટાલાએ દાવો કર્યો છે કે ના તો કોંગ્રેસ (congress) અને ના તો ભાજપ 40નો આંકડો પાર કરી ગયો. તેમણે ભાજપ (BJP) પર તંજ કસતા કહ્યું કે 75 પારનો નારો તો ફેલ થઇ ગયો. તમને જણાવી દઇએ કે ભાજપે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપ હરિયાણામાં 75 ટકાથી વધુ સીટો જીતશે. તમને જણાવી દઇએ કે હાલ 11 સીટો પર આગળ ચાલી રહી છે અને એ નક્કી છે કે સરકાર બનાવવા માટે ભાજપને જેજેપીના સમર્થનની જરૂર પડશે.

દુષ્યંત ચૌટાલાએ સ્પષ્ટ કર્યું છે કે કોને સમર્થન આપવું જોઇએ આવા નિર્ણય ઉતાવળમાં કરી ન શકાય. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં શુક્રવારે જેજેપીની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક થશે જેમાં નક્કી કરવામાં આવ્યું કે પાર્ટી કોંગ્રેસ અથવા ભાજપમાંથી કોની સાથે જશે.

તમને જણાવી દઇએ કે જેજેપીના પ્રમુખ પૂર્વ ઉપ-વડાપ્રધાન દેવીલાલના પૌત્ર અજય ચૌટાલા છે. તેમના પિતા અને ચાર વાર હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઓમ પ્રકાશ ચૌટાલા અને ભાઇ અભય ચૌટાલા સાથે મનભેદ થઇ ગયા હતા, ત્યારબાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી હતી. 

જેજેપીએ વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 સીટો પરથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ સંસ્થાપક અજય ચૌટાલા પોતાના પિતાની સાથે તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન એક શિક્ષક ભરતી કૌભાંડમાં દોષી જાહેર થયા બાદ જેલમાં છે. ઇનેલોના 19 ધારાસભ્યોમાંથી 4 જેજેપીમાં સામેલ થઇ ગયા છે. 

ચૂંટણીમાં દુષ્યંતે કર્યું પાર્ટીનું નેતૃત્વ
અલગ પાર્ટી બન્યા બા અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટ યૂનિવર્સિટી પાસેથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક દુષ્યંત ચૌટાલા (31) જેલમાં બંધ પોતાના પિતાની ગેરહાજરીમાં પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન તેમણે પારિવારિક સંબંધોને ગંભીર બનાવવા માટે પોતાના કાકા અભય સિંહ ચૌટાલા પર નિશાન સાધાતાં લોકો પાસે ભાવનાત્મક સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news