Five Reasons BJP lost in Jharkhand: હેમંત સોરેનનો કિલ્લો ભેદવામાં સફળતા કેમ ન મળી? જાણો ઝારખંડમાં હારના 5 કારણ
મહારાષ્ટ્રમાં જબરદસ્ત અને પ્રચંડ જીત સાથે સત્તામાં વાપસી કરનાર ભાજપને ઝારખંડમાં કેમ સજ્જડ હારનો સામનો કરવો પડ્યો? જાણો હારના કારણો....
Trending Photos
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધને એકવાર ફરીથી સત્તામાં વાપસી કરી છે અને હેમંત સોરેન કબજો જાળવી રાખવામાં સફળ રહ્યા છે. શરૂઆતમાં કાંટાની ટક્કર આપતું એનડીએ પછી તો જાણે સતત પછડાતું ગયું. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ JMM 34 સીટ પર આગળ કે જીત મેળવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 15 સીટ પર આગળ છે. ભાજપ 22 સીટ પર આગળ છે. આરએલડી 4 સીટ પર આગળ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) પાર્ટી 1 સીટ પર, AJSU પાર્ટી 1 સીટ પર જ્યારે અન્ય પર અધર્સ આગળ છે. પરંતુ એવું તે શું કારણ છે કે ઝારખંડમાં ભાજપની રાજકીય પકડ એકવાર ફરીથી નબળી જોવા મળી રહી છે અને કયા કારણસર ભાજપ હેમંત સોરેનના કિલ્લાને હલાવી શકી નહીં. ખાસ જાણો...
1 હેમંત સોરેન માટે સહાનુભૂતિ
ચૂંટણીના થોડા મહિના પહેલા જેલમાંથી બહાર આવેલા હેમંત સોરેન માટે સહાનુભૂતિએ કામ કર્યું અને ભાજપને તે ઝટકો મળ્યો. હેમંત સોરેન 8.36 એકર જમીનના ગેરકાયદેસર કબજા સંલગ્ન મની લોન્ડરિંગ મામલે ઈડીએ 31 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી, ત્યારબાદ ભાજપને તેમના વિરુદ્ધ એક મજબૂત હથિયાર મળી ગયું અને પાર્ટી સતત ભ્રષ્ટાચારના આરોપો લઈને હુમલો કરતી રહી. પરંતુ આ રણનીતિ ઊંધી પડી અને જ્યારે સોરેન જેલમાં હતા ત્યારે તેમણે પત્ની કલ્પના સોરેનને લોકો સુધી પહોંચવા માટે વિક્ટિમ કાર્ડ રમવા માટે તૈનાત કરી. હવે ચૂંટણી પરિણામો જોતા એવું લાગે છે કે તેઓ આ રણનીતિમાં સફળ રહ્યા.
2. ઘૂસણખોરોનો મુદ્દો કામે ન લાગ્યો
પ્રધાનમંત્રી મોદીથી લઈને ઝારખંડ ભાજપના સહ પ્રભારી હિમંત બિસ્વા સરમા સુધી તમામ પાર્ટી પ્રચારકોએ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો પૂરી તાકાતથી ઉઠાવ્યો હતો. ભાજપે આ મુદ્દા પર આકરું વલણ અપનાવતા દાવો કર્યો હતો કે તેઓ જો સત્તામાં આવશે તો તેઓ બાંગ્લાદેશી મુસલમાનોને બાંગ્લાદેશ મોકલી દેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ટોચના નેતાઓએ દાવો કર્યો હતો કે ઝારખંડના કેટલાક ભાગો ખાસ કરીને સંથાલ પરગણું મિની બાંગ્લાદેશ બની રહ્યું છે. આ મુદ્દાએ ભાજપને ત્યારે ઝટકો આપ્યો જ્યારે સત્તાધારી ગઠબંધને મતદારોને એ વિશ્વાસ અપાવ્યો કે ભાજપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ મુજબ સાંપ્રદાયિક એજન્ડા લાગૂ કરવાની કોશિશ કરે છે.
3. મુખ્યમંત્રીના ચહેરાની કમી
ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડ ચૂંટણી માટે કોઈ મુખ્યમંત્રી ચહેરો રજૂ ન કર્યો, જે સત્તાધારી ગઠબંધન વિરુદ્ધ વિપક્ષી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થયો. જ્યારે બીજી બાજુ ઈન્ડિયા ગઠબંધન તરફથી એ સ્પષ્ટ હતું કે તેમનો સીએમ ચહેરો હેમંત સોરેન જ છે. ભાજપમાં સીએમ ચહેરાની કમીના કારણે મતદારોમાં ભ્રમ હતો કે એનડીએનું નેતૃત્વ કોણ કરશે.
4. ઈડી અને સીબીઆઈના દરોડા
કેન્દ્રીય તપાસ એજન્સી (ઈડી અને સીબીઆઈ) સત્તાધારી પાર્ટીના ટોચના નેતાઓ પર દરોડા પાડવા અને તેમની ધરપકડ માટે ચર્ચામાં રહી. જેનાથી ઈન્ડિયા ગઠબંધનને એ દાવો કરવાની તક મળી કે કાર્યવાહી રાજકારણથી પ્રેરિત અને પક્ષપાતપૂર્ણ છે. ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી પરંતુ ક્યાંકને ક્યાંક તે મતદારો વચ્ચે બરાબર ઉઠી શક્યો નહીં.
5. પક્ષબદલું નેતાઓએ કરાવ્યું નુકસાન
હેમંત સોરેનના ભાભી સીતા સોરેનથી લઈને તેમના નીકટના ચંપઈ સોરેનને ભાજપે પોતાના તરફ કર્યા. પરંતુ પક્ષબદલુઓનો રાજકીય ફાયદો ભાજપને મળી શક્યો નહીં અને ચૂંટણી લાભ કમાવવામાં પણ નિષ્ફળ રહ્યો. બપોરે 2 વાગ્યા સુધીમાં 9 રાઉન્ડની ગણતરી બાદ સરાયકેલાથી ચંપાઈ સોરેન તો આગળ છે પરંતુ જામતાડાથી સીતા સોરેન લગભગ 36 હજાર મતોથી પાછળ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે