ભીષણ ગરમીઃ કેરળ એક્સપ્રેસમાં 4 મુસાફરોના ઝાંસી નજીક મોત
પ્રાપ્ત અહેવાલો અનુસાર કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા લોકોએ સાંજે ભારે અકળામણની ફરિયાદ કરી હતી અને ટ્રેઈન ઝાંસી પહોંચે એ પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું
Trending Photos
ઝાંસીઃ કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરતા ચાર મુસાફરોનું ભીષણ ગરમીના કારણે મોત થઈ ગયું હતું, જ્યારે એક મુસાફરને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલો અનુસાર કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા લોકોએ સાંજે ભારે અકળામણની ફરિયાદ કરી હતી અને ટ્રેઈન ઝાંસી પહોંચે એ પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું.
મૃતદેહોને ઝાંસી રેલવે સ્ટેશને ઉતારવામાં આવ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ તમામ મુસાફરો આગરાથી કોઈમ્બતુર જઈ રહ્યા હતા અને તેઓ S-8 અને S-9 કોચમાં બેઠા હતા. મૃતકો વારાણસી અને આગરા ફરવા ગયેલા 68 લોકોના એક જૂથના સભ્ય હતા.
આ જૂથના એક સભ્યેએ જણાવ્યું કે, "અમે જેવું આગરા છોડ્યું કે કેટલાક લોકોએ અસહ્ય ગરમીની ફરિયાદ શરૂ કરી હતી. લોકોને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ હતી અને તેઓ બેભાન થવા લાગ્યા હતા. અમે વધુ મદદ મેળવીએ તે પહેલા જ તેઓ ઢળી પડ્યા હતા."
મૃતકોની ઓળખ બુનદુર પલાનિસેમ(80), બાલકૃષ્ણ રામાસ્વામી(69), ચિન્નારે(71) અને ધીવા નાઈ(71) તરીકે થઈ છે. 71 વર્ષના સુબ્બારૈયાને ગંભીર સ્થિતિમાં ઝાંસીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે