અજિત પાવરને ઝટકો, NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ કરી શકશે વ્હીપ જાહેર

મહારાષ્ટ્ર (Maharashtra)ના ડેપ્યુટી સીએમ અને એનસીપી (NCP)ના બાગી અજિત પવાર (Ajit Pawar)ને મોટો આંચકો લાગ્યો છે. જોકે જયંત પાટિલ (Jayant Patil)ને એનસીપી ધારાસભ્ય દળના નેતા તરીકે વિધાનસભાએ માન્યતા આપી દીધી છે. 

અજિત પાવરને ઝટકો, NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ કરી શકશે વ્હીપ જાહેર

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)ના ડેપ્યુટી સીએમ અને એનસીપી (NCP)ના બાગી અજિત પવાર (Ajit Pawar)ને મોટો આંચકો લાગ્યો છે. જોકે જયંત પાટિલ (Jayant Patil)ને એનસીપી ધારાસભ્ય દળના નેતા તરીકે વિધાનસભાએ માન્યતા આપી દીધી છે. 

મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા
 
એનસીપી ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલના પત્રને વિધાનસભામાં સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. હવે અજિત પવારની જગ્યાએ જયંત પાટિલ એનસીપી ધારાસભ્ય દળના નેતા હશે. જયંત પાટિલ પાસે હવે વ્હીપ જાહેર કરવાનો અધિકાર હશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શનિવારે સવારે આઠ વાગે ભાજપ નેતા દેવેન્દ્વ ફડણવીસ (Devendra Fadnavis)ને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ અપાવ્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવારના બાગી ભત્રીજા અજીત પવારે પણ તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

એનસીપીની શનિવારે સાંજે થયેલી બેઠકમાં અજીત પવાર પર અનુશાસનાત્મક કાર્યવાહી કરતાં પાર્ટીએ તેમને ધારાસભ્ય દળના નેતા પદથી દુર કરવામાં આવ્યા. એનસીપીએ તેમની જગ્યાએ દિલીપ જયંત પાટીલને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news