VIDEO: જમશેદપુરમાં એક મહિલાએ જાહેરમાં એક પુરુષને બરાબરનો ઢીબી નાખ્યો

આ વ્યક્તિએ પોતાની ઓળખ એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારી તરીકે આપી હતી અને મહિલાને તેની પારિવારિક સમસ્યામાં મદદ કરવા તૈયારી દર્શાવી તેની પાસે પૈસાની માગણી કરી હતી 

VIDEO: જમશેદપુરમાં એક મહિલાએ જાહેરમાં એક પુરુષને બરાબરનો ઢીબી નાખ્યો

જમશેદપુરઃ જમશેદપુરમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા એક પુરુષના સરાજાહેર મેથીપાક ચખાડી રહી છે. મહિલા પોતાના પગમાં પહેરેલું ચપ્પલ કાઢીને પુરુષનો કોલર પકડીને તેને મારી રહી છે. ત્યાર પછી પોલીસ એ પુરુષને પકડીને લઈ જાય છે. 

આ વ્યક્તિએ પોતાની ઓળખ એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારી તરીકે આપી હતી અને મહિલાને તેની પારિવારિક સમસ્યામાં મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. આ વ્યક્તિએ મદદ કરવાના બદલામાં મહિલા પાસે રૂ.50,000ની માગણી કરી હતી. આથી, મહિલાએ પેલા પુરુષને પૈસા આપવા બોલાવીને પોલીસને પકડાવી દીધો હતો. પોલીસને સુપરદ કરતાં પહેલા મહિલાએ તેને છેતરવા માગતા આ પુરુષની બરાબરની ધોલાઈ કરી હતી. 

— ANI (@ANI) May 8, 2019

માંગો પોલીસ સ્ટેશનના પીએસઆઈએ અરૂણ મેહતાએ જણાવ્યું કે, "આ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે એક વ્યક્તિ તેની પારિવારિક સમસ્યામાં મદદ કરવા માટે તેની પાસે રૂ.50,000ની માગણી કરે છે. આ વ્યક્તિએ પોતાની ઓળખ એસીબીના અધિકારી તરીકે આપી છે. આથી અમે મહિલા સાથે મળીને આ વ્યક્તિને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું."

— ANI (@ANI) May 8, 2019

પીએસઆઈએ વધુમાં જણાવ્યું કે, "મહિલાને કહ્યું હતું કે, તમે તેને પૈસા આપવા માટે ઘરે બોલાવો અને પછી પોલીસ તેને પકડી લેશે. પેલો વ્યક્તિ જેવો પૈસા લેવા ઘરે આવ્યો, ત્યારે મહિલા તેના પર ગુસ્સે થઈ ગઈ હતી અને તેનો કોલર પકડીને તેને મારવા લાગી હતી. પોલીસે મહિલાના હાથમાંથી તેન છોડાવીને અટકાયતમાં લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news