રાજ્યપાલ આવાસ ખાતે ઉચ્ચસ્તરીય ઇમરજન્સી બેઠક, DGP સહિતના અધિકારીઓ હાજર

મહેબુબા મુફ્તી, ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ રખાયા, કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ, રાજ્યપાલ સત્યપાલ મલિકે ઇમરજન્સી બેઠક આયોજીત કરી, યુનિવર્સિટીની તમામ પરિક્ષાઓ રદ્દ

રાજ્યપાલ આવાસ ખાતે ઉચ્ચસ્તરીય ઇમરજન્સી બેઠક, DGP સહિતના અધિકારીઓ હાજર

નવી દિલ્હી : કાશ્મીર મુદ્દે ગતિવિધિ વધી ચુકી છે. રાજ્યનાં પૂર્વ સીએમ અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બીજી તરફ મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં રાજ્યપાલ સત્યપાલ મલિકનાં ઘરે ઇમરજન્સી બેઠક થઇ રહી છે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરનાં ડીજીપી પણ હાજર છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ ઉથલપાથલ વધી ચુકી છે. રૈપિડ એક્શન ફોર્સ સહિત 30  હજાર વધારે જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. 

મહેબુબાએ કહ્યું આજે વાજપેયીની સૌથી વધારે યાદ આવી રહી છે.
શ્રીનગરમાં નજરકેદ થનારા પીડીપી પ્રમુખ અને જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે. મહેબુબાએ ટ્વીટ કરતા કહ્યું કે, ભાજપનાં નેતા હોવા છતા પણ અટલ બિહારી વાજપેયી કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ ધરાવે છે. આજે તેમની ઉણપ વર્તાઇ રહી છે. 

જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ
જમ્મુ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી કલમ 144 લાગુ થશે. મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવ્યા છે. 

સજ્જાદ લોન પણ નજરકેદ
પીપલ્સ કોન્ફરન્સનાં નેતા સજ્જાદ લોનને પણ નજરકેદ કરી દીધા છે. 

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, શાંતિ જાળવી રાખવો
નજરકેદ હોવા છતા પણ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે હિંસાથી ન માત્ર તે લોકોનાં હાથોમાં રમશે જે રાજ્યની ભલામણ કરવા નથી ઇચ્છતા. શાંતિ સાથે રહે અને ઇશ્વર તમારી બધાની સાથે રહે. 

રાજ્યપાલે ઇમરજન્સી બેઠક બોલાવી
રાજ્યપાલ સત્યપાલ મલિકે શ્રીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવી છે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરનાં ડીજીપી પણ હાજર છે. આ ઉપરાંત મુખ્ય સચિવ પણ બેઠકમાં હાજર છે. 

મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા પણ નજરકેદ
શ્રીનગરમાં મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. અહીં કલમ 144 લાગુ કરી દેવાઇ છે. આ બંન્ને નેતાઓ ઉપરાંત કોંગ્રેસનાં નેતા ઉસ્માન માજિદ અને સીપીઆઇ(એમ) ના ધારાસભ્ય એમએ તરિગામીની ધરપકડ કરી લેવાઇ છે. 

શ્રીનગરમાં કર્ફ્યું, કલમ 144 લાગુ
5 ઓગષ્ટે શ્રીનગરથી કલમ 144 લગાવી દેવાઇ છે. જે આવતા આદેશ સુધી લાગુ રહેશે. આ આદેશ અનુસાર ટોળા એકત્ર નહી થઇ શકે અને શૈક્ષણીક સંસ્થા પણ બંધ રહેશે. રેલી અથવા જાહેર સભા આયોજીત કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. 

— ANI (@ANI) August 4, 2019

કાશ્મીર યુનિવર્સિટીની પરિક્ષાઓ સ્થગિત
કાશ્મીરની સ્થિતી મુદ્દે દરેક વ્યક્તિ ચિંતામાં છે. બીજી તરફ કાશ્મીર યુનિવર્સિટીની પરિક્ષાઓ પણ અટકાવી દેવામાં આવી છે. શ્રીનગર સહિત અનેક વિસ્તારોમાં પ્રતિબંધ લાદી દેવાયો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news