જમ્મુ કાશ્મીર: ગાઝી જ નહી જૈશનાં 30 આતંકીઓએ 8 મહિનામાં ખીણમાં ઘુસણખોરી કરી

જમ્મુ -કાશ્મીરના પુલવામામાં થયેલા હૂમલા બાદ જૈશ એ મોહમ્મદએ આ હૂમલાની જવાબદારી સ્વિકારી છે. જૈશે ગત્ત દશકમાં સફાયો કરી દીધો હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં માત્ર દક્ષિણી કાશ્મીરમાં જ જૈશનાં ઓછામાં ઓછા 40 આતંકવાદીઓ સક્રીય છે. ગત્ત મેથી અત્યાર સુધી જૈશનાં ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ સરહદ પાર કરીને કાશ્મીરમાં દાખલ થયા છે. ડિસેમ્બરથી અત્યાર સુધી જૈશનાં 11 આતંકવાદીઓનાં કાશ્મીરમાં ઘુસવાનાં સમાચાર ગુપ્તચર એજન્સીઓએ આપી છે. 
જમ્મુ કાશ્મીર: ગાઝી જ નહી જૈશનાં 30 આતંકીઓએ 8 મહિનામાં ખીણમાં ઘુસણખોરી કરી

નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરના પુલવામામાં થયેલા હૂમલા બાદ જૈશ એ મોહમ્મદએ આ હૂમલાની જવાબદારી સ્વિકારી છે. જૈશે ગત્ત દશકમાં સફાયો કરી દીધો હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં માત્ર દક્ષિણી કાશ્મીરમાં જ જૈશનાં ઓછામાં ઓછા 40 આતંકવાદીઓ સક્રીય છે. ગત્ત મેથી અત્યાર સુધી જૈશનાં ઓછામાં ઓછા 30 આતંકવાદીઓ સરહદ પાર કરીને કાશ્મીરમાં દાખલ થયા છે. ડિસેમ્બરથી અત્યાર સુધી જૈશનાં 11 આતંકવાદીઓનાં કાશ્મીરમાં ઘુસવાનાં સમાચાર ગુપ્તચર એજન્સીઓએ આપી છે. 

ગાઝીબાબા, સહરાઇબાબા અને જહૂર જેવા જૈશના કમાન્ડરનાં ગત્ત દશકમાં એક પછી એક ઠાર મારવામાં આવ્યા બાદ કાશ્મીરથી આશરે જૈશનો સફાયો થઇ ગયો હતો. હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી સરગણાના સફાયા બાદ પાકિસ્તાન આતંકવાદ ફેલાવવા માટે જૈશને વધારે શક્તિશાળી બનાવી રહ્યું છે. હિજબુલના આતંકવાદીઓની તુલનાએ જૈશના આતંકવાદી વધારે ટ્રેડ અને મોટીવેટેડ હોય છે. જૈશમાં વધારે આતંકવાદી પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાંથી ભરતી કરવામાં આવે છે અને પછી તેમને આઇએસઆઇની દેખરેખમાં પાકિસ્તાન સેના ટ્રેન્ડ કરે છે. 

છેલ્લા થોડા મહિનાઓમાં આ આતંકવાદીઓએ જમ્મુના નીચેના વિસ્તારની સરહદથી ઘુસણખોરી ચાલુ રાખી છે. અહીં સરહદ પર સરકંડાઓ તેમને છુપવામાં મદદ કરે છે અને બેન નદીની સાથે સાથે તેઓ જમ્મુ તરફ આગળ વધે છે.આતંકવાદીઓ ઘુસણખોરી માટે તે રાતોનો ઉપયોગ કરે છે જ્યારે અમાસ હોય આ દરમિયાન ગાઢ અંધકારમાં તેઓ છુપાઇને ઘુસણખોરી કરતા હોય છે. આવી જ એક રાત્રે 5 ફેબ્રુઆરીની રાત્રે સરહદ પર આતંકવાદીઓનાં એક જુથે સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન લોહીનાં નિશાન મળ્યા હતા પરંતુ આતંકવાદીઓ હજી સુધી પકડાયા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news