જમ્મુ બસ સ્ટેન્ડમાં ગ્રેનેડ હુમલો, 1નું મોત, 29 ઘાયલ, 10ની અટકાયત
જમ્મુમાં ગુરૂવારે સવારે મોટો આતંકવાદી હુમલો થયો. જમ્મુમાં સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંક્યો, ત્યાર બાદ એક મોટો વિસ્ફોટ થયો.
Trending Photos
જમ્મુ : જમ્મુમાં ગુરૂવારે સવારે મોટો આતંકવાદી હુમલો થયો. જમ્મુમાં સ્ટેન્ડ પર ઉભેલી એક બસ પર ગ્રેનેડ ફેંક્યો, ત્યાર બાદ એક મોટો વિસ્ફોટ થયો. આ હુમલામાં એકનું મોત થઇ ચુક્યું છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ સવારે 11.30 વાગ્યે થયો હતો, ઘાયલોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસનાં IGP એમ.કે સિન્હાએ આ વાતની પૃષ્ટી કરી છે આ હુમલો ગ્રેનેડથી કરવામાં આવ્યો છે. પોલીસે 10 લોકોને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે.
ગ્રેનેડ ફેંક્યાં બાદ અહીં બસની અંદર એક વિસ્ફોટ થયો. વિસ્ફોટનાં સમાચાર મળતાની સાથે જ જમ્મુ કાશ્મીર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. જે સ્થળ પર વિસ્ફોટ થયો તે ભીડભાડવાળો વિસ્તાર છે. એવામાં પોલીસ તુરંત જ ત્યાં પહોંચીને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા. ન માત્ર બસ સ્ટેન્ડ પરંતુ સમગ્ર વિસ્તારની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ હાલના સમયે સીસીટીવી ફુટેજ શોધી રહી છે.
ઘાયલોની યાદી
વિસ્ફોટની ઝપટે આવવાથી ઉતરાખંડના હરિદ્વાર નાં રહેનારા મો. શારિક (17 વર્ષ)નું મોત થઇ ચુક્યું છે. તે ઉપરાંત 29 લોકો ઘાયલ હોવાનું જણાવાઇ રહ્યું છે. આ બ્લાસ્ટ રાજ્ય પરિવહનની બસમાં થયો છે, જે દરમિયાન આ વિસ્ફોટ થયો જ્યારે બસ જમ્મુનાં બસ સ્ટેશન પર જ ઉભેલી હતી. કેટલાક લોકો તે દરમિયાન બસમાં જ હતા. બ્લાસ્ટ વાળા સ્થળ પાસે એક મોટી માર્કેટ છે. ત્યાં હાજર લોકોએ પોલીસ કર્મચારીઓની પુછપરછ કરી રહી છે અને માહિતી મેળવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. વિસ્ફોટ નજીકનાં સ્થળે જ હાજર કેટલાક પ્રત્યક્ષ દર્શીઓના અનુસાર અહીં ગ્રેનેડથી હુમલો થયો છે જે બસમાં હુમલો થયો છે તેમાં આશરે 20-25 લોકો બેઠેલા હતા.
મુફ્તીએ હુમલાની નિંદા કરી
જમ્મુ કાશ્મીરનાં પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરી છે. તેમણે લખ્યું કે, કેટલાક લોકો અમને વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, આપણે એક થઇને રહેવું પડશે તોજ આ પ્રકારની શક્તિઓને પરાજીત કરી શકીશું. મુફ્તી ઉપરાંત ઉમર અબ્દુલ્લાએ પણ નિંદા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે