લો બોલો હવે પોલીસ કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે, જાણો ક્યા થયો હોબાળો ?

પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોબાળો કરી રહેલા પોલીસ કર્મચારીઓને સમજાવીને શાંત પાડ્યા હતા અને સમસ્યા અંગે પોતાના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી

લો બોલો હવે પોલીસ કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે, જાણો ક્યા થયો હોબાળો ?

જયપુર : પોલીસ લાઇનમાં યોગ્ય સમયે ડ્યુટી પર હાજર નહી થનારા 250 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓની ગેરહાજરી ભરી દેવામાં આવતા હોબાળો મચી ગયો હતો. જેની માહિતી મળતાની સાથે જ ચાંદપોલ પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારીઓએ ભારે હોબાળો કર્યો હતો. હોબાળાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને હોબાળો કરી રહેલા પોલીસ કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ હોબાળો કરી રહેલા પોલીસ કર્મચારીઓને સમજાવીને શાંત કરવાની સાથે સાથે પોતાના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે માહિતગાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર ગણેશોત્સવ હોવાનાં કારણે પોલીસ કર્મચારીઓને સવારે 5 વાગ્યાથી જ ડ્યુટી પર હાજર થવા માટેના આદેશ આપવામાં આવ્યો હતો. જો કે પોલીસ કર્મચારીઓ સમયે હાજર નહી થવાનાં કારણે ડોઢ કલાક રાહ જોયા બાદ તમામની ગેરહાજરી ભરી દેવામાં આવી હતી. 

બીજી તરફ હોબાળો કરી રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા બે અધિકારીઓ પોતાના મનમુજબ વર્તન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓનો સાથે એવો પણ દાવો હતો કે તેમને સવારે 5 વાગ્યે હાજર થવા માટેનાં આદેશની જાણ કરવામાં આવી નહોતી. જેથી તેઓ પોતાનાં રેગ્યુલર ટાઇમે જ હાજર રહ્યા હતા. માટે તેમની ગેરહાજરી ભરવી અયોગ્ય છે. 

જો કે આ અંગે ઉચ્ચ અધિકારીઓનો દાવો હતો કે છેલ્લા ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ પોતાની ડ્યુટી પર યોગ્ય સમયે નહી આવતા હોવાની ફરિયાદો મળી હતી. તે અંગે ગુરૂવારે સવારે નિરીક્ષણ કરવામાં આવ્યું તો સવારે આશરે સાડા છ વાગ્યા સુધી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ડ્યુટી પર હાજર નહોતા. જેના કારણે તેમની ગેરહાજરી ફરી દેવામાં આવી હતી. જેના કારણે પોલીસ કર્મચારીઓ ભડક્યા હતા. 

જો કે સમજાવીને આંદોલન કરી રહેલા પોલીસ કર્મચારીઓને શાંત કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓને ગણેશોત્સવનાં પગલે સવારે 5 વાગ્યાથી જ ડ્યુટી પર હાજર રહેવા માટે જણાવાયું હતું. જો કે ડોઢ કલાક પછી પણ પોલીસ કર્મચારીઓ ડ્યુટી પર આવ્યા નહોતા. આ અંગે તેમને અનુશાસનહિનતા માનતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news