જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસના ચારેય દોષીઓને સજા-એ-મોતની સજા

જયપુરના હેવાનોનો હિસાબ થઇ ગયો છે. ચારેય દોષીઓને સજા-એ-મોતની સજા સંભળાવી છે. સ્પેશિયલ કોર્ટના આરોપી સરવર આઝમી, મોહમંદ સૈફ, સૈફ ઉર્ફે સેફૂર્રહમાન અને સલમાનને ફાંસીની સજા સંભળાવી છે. તે પહેલાં આરોપીઓને આકરી સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસના ચારેય દોષીઓને સજા-એ-મોતની સજા

જયપુર: જયપુરના હેવાનોનો હિસાબ થઇ ગયો છે. ચારેય દોષીઓને સજા-એ-મોતની સજા સંભળાવી છે. સ્પેશિયલ કોર્ટના આરોપી સરવર આઝમી, મોહમંદ સૈફ, સૈફ ઉર્ફે સેફૂર્રહમાન અને સલમાનને ફાંસીની સજા સંભળાવી છે. તે પહેલાં આરોપીઓને આકરી સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટ રૂમની બહાર પણ પોલીસ જાપ્તો ગોઠવવામાં આવ્યો હતો. ગુલાબી નગરી જયપુરમાં 11 વર્ષ પહેલાં થયેલા 8 સિરીયલ બ્લાસ્ટ (Serial Bomb Blast) મામલે સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીને બુધવારે દોષી ગણાવ્યા હતા. આ ચારેય આરોપીઓને આજે સંભળાવવાની આવી હતી. ગુરૂવારે તેમની સજા પર કોર્ટમાં ચર્ચા પુરી થઇ ગઇ હતી. 

જાણકારી અનુસાર સ્પેશિયલ કોર્ટે આરોપી સરવર આઝમી, મોહમંદ સૈફ, સૈફ ઉર્ફે સેફુર્રહમાન અને સલમાનને દોષી ગણાવ્યા હતા. તમને જણાવી દઇએ કે કોર્ટે અઢી હજાર પાનાનો ચૂકાદો સંભળાવ્યો છે. તો બીજી તરફ શાહબાજ હુસૈનને શંકાનો લાભ આપતાં આરોપ મુક્ત કરી દેવામાં આવ્યો છે. 

તમને જણાવી દઇએ કે સ્પેશિયલ કોર્ટે આઇપીસી, પ્રિવેશન ઓફ એક્ટિવિટી અગેનસ્ટ લો, વિસ્ફોટક અધિનિયમ અને પીડીપીપી એક્ટ હેઠળ આરોપીઓને દોષી ગણાવ્યા છે. કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરે દોષીઓને વકીલોની તમામ દલીલો વિરૂદ્ધ જોરદાર પેરવી અને દોષીઓને જૂના ક્રિમિનલ બેકગ્રાઉન્ડનો હવાલો આપ્યો. 

સ્પેશિયલ સરકારી વકીલે કહ્યું કે જયપુર સીરિયલ બ્લાસ્ટ એક બિભત્સ ઘટના હતી. જોકે દોષીઓને ફાંસીની સજા આપી. તેમણે કહ્યું કે બચાવ પક્ષ દ્વારા દોષીઓના ક્રિમિનલ રેકોર્ડ ન હોવાનો દમ નથી. તેનાથી સજા પર કોઇ ફરક પડતો નથી, કારણ કે આરોપી વારાણાસી, સૂરત જેવા ઘણા બ્લાસ્ટમાં વાંછિત છે. તેમણે ફાંસીની સજા મળવી જોઇએ. 

સ્પેશિલ પબ્લિક પ્રોસિક્યૂટરની ડેથ પેનલ્ટીની માંગ પર બચાવ પક્ષ બેકફૂટ પર આવી ગયો હતો. તેમણે સૈફ વિરૂદ્ધ સાબરમતી કેસ પેડિંગ હોવાનો હવાલો આપ્યો હતો. બચાવ પક્ષની દલીલમાં કોઇ દમ ન હોવાનો હવાલો આપતાં પબ્લિક પ્રોસિક્યૂટરને દોષીઓને જૂના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ન હોવાના એક્સ્યૂઝને નકારી કાઢવાની માંગ કરી છે અને સ્પેશિયલ કોર્ટના દોષીઓને ફાંસી આપી દો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news