RSS કાર્યાલય અને નેતાઓ પર થઈ શકે છે આતંકી હુમલો, IB ઇનપુટમાં થયો ખુલાસો

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સૂત્રએ દાવો કર્યો છે કે તેને લઈને બધી રાજ્ય સરકારોને સતર્ક કરવામાં આવી છે. સાથે તેમને સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવાનું પણ કહેવામાં આવ્યું છે.

RSS કાર્યાલય અને નેતાઓ પર થઈ શકે છે આતંકી હુમલો, IB ઇનપુટમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલયની સાથે-સાથે સંગઠનના નેતાઓને વૈશ્વિક આતંકવાદી સંગઠનો દ્વારા નિશાન બનાવી શકાય છે. તેનો ખુલાસો ગુપ્તચર બ્યૂરો (IB)ના હાલના ઇનપુટમાં થયો છે. આ ખુલાસા બાદ હડકંચ મચી ગયો છે. ગુપ્ત ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા માટે ઇમ્પ્રોવાઇસ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (આઈઈડી) કે વિસ્ફોટકથી ભરેલા વાહન (વીબી-આઈઈડી)નો ઉપયોગ થઈ શકે છે. આ હુમલો મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાનમાં થઈ શકે છે. 

આ મહિને જારી કરાયેલા નવી ઇનપુટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈ વૈશ્વિક આતંકી સંગઠન સાથે જોડાયેલ અજાણ્યા વ્યક્તિ આવનારા દિવસોમાં આઈઈડી કે વીબી-આઈઈડીનો ઉપયોગ કરીને આરેસએસ કાર્યાલયો તથા નેતાઓ અને પોલીસ સ્ટેશનને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. 

રાજ્ય સરકારનો સાવધાન કરવામાં આવી
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સૂત્રએ દાવો કર્યો છે કે તેને લઈને બધી રાજ્ય સરકારોને સતર્ક કરવામાં આવી છે. સાથે તેમને સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવાનું પણ કહેવામાં આવ્યું છે. એક ટોપ સરકારી અધિકારીએ દાવો કર્યો કે, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, યૂપી અને આસામ સહિત અન્ય રાજ્યોમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે અને પદાધિકારીઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આરએસએસ કાર્યકર્તા પર હુમલાના રિપોર્ટના ઘણા ઉદાહરણ છે. 

પ્રમોશનમાં અનામતઃ SCના નિર્ણય પર બોલી સરકાર, અમે પક્ષકાર નથી, થઈ રહી છે મોટી ચર્ચા

બેંગલુરૂમાં સીએએ રેલી દરમિયાન થયો હતો આરએસએસ કાર્યકર્તા પર હુમલો
પાછલા મહિને બેંગલુરૂ પોલીસે ડિસેમ્બરમાં નાગરિકતા સંશોધિક કાયદા 2019 (સીએએ)ના સમર્થનમાં એક રેલીમાં ભાગ લેવા ગયેલા આરએસએસ કાર્યકર્તાને મારવાનો પ્રયત્ન કરવાના આરોપમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરએસએસ કાર્યકર્તા વરૂણ બોપલાને તેમમે ચાકુ મારી દીધો હતો. આરોપીઓની ઓળખ મોહમ્મદ ઇરફાન, સૈયગ અકબર, સૈયદ સિદ્દીક અકબર, અકબર બાશા, સનાઉલ્લા શરીફ અને સાદિક અલ-અમીન તરીકે થઈ હતી. પોલીસે દાવો કર્યો હતો કે તેણે એક મોટું ષડયંત્ર રચ્યું હતું. 

શું હોઈ છે વીબી-આઈઈડી
વ્હીકલ બોર્ન આઈઈડી કે વીબીઆઈઈડી શબ્દનો ઉપયોગ કાર કે ટ્રકમાં બોમ માટે કરવામાં આવે છે. તેને સાયકલ કે બાઇક પર પણ લગાવીને ઉપયોગ કરી શકાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news