સ્વતંત્રતા દિવસ પ્રસંગે સૈન્ય શિબિરો પર હૂમલાની ફિરાકમાં આતંકવાદી: એલર્ટ

આર્મીના કેમ્પો પર હૂમલા પહેલા આતંકવાદીઓને રેકી કરવા માટે જણાવાયું, આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી

સ્વતંત્રતા દિવસ પ્રસંગે સૈન્ય શિબિરો પર હૂમલાની ફિરાકમાં આતંકવાદી: એલર્ટ

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ભલે નવી સરકાર બનવા જઇ રહી હોય, પરંતુ આતંકવાદ મુદ્દે તેની નીતિઓમાં કોઇ પરિવર્તન જોવા નથી મળી રહ્યું. એક તરફ પુર્વ ક્રિકેટર ઇમરાન ખાન 14 અથવા 15 ઓગષ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરી શકે છે. બીજી તરફ ભારતીય ગુપ્તચર એઝન્સીઓએ ચેતવણી આપી છે કે સ્વતંત્રતા દિવસ પ્રસંગે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સૈન્ય શિબિરો પર હૂમલો કરવાનું કાવત્રુ રચી રહ્યા છે. એક અંગ્રેજી ચેનલ દ્વારા કરાયેલા દાવા અનુસાર મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન સેન્ટરે પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે, 15 ઓગષ્ટે સેનાની શિબિરો પર મોટો હૂમલો થાય તેવી શક્યતા છે. 

રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદનાં 20થી વધારે આતંકવાદીઓ હૂમલા માટે તૈયાર છે.  પાકિસ્તાનની ગુપ્તચર એઝન્સી (ISI)ને જૈશ એ મોહમ્મદ પર સંપુર્ણ વિશ્વાસ છે. આ બાબતે બે રિપોર્ટ છે કે નિયંત્રણ રેખા (LoC) પર ચૂરા પાસે કેટલાક આતંકવાદીઓ હાજર છે. જેને તંગધાર વિસ્તારમાં આવેલ સેનાના કેમ્પ પર હૂમલા માટે મોકલવામાં આવ્યા છે. 

સમાચાર છે કે  કેટલાક આતંકવાદીઓ સીમા પાર કરી ગયા છે અને હાલ તે રેકી કરી રહ્યા છે. આ વાત સેટેલાઇટ ફોનથી પકડવામાં આવ્યા છે. બીજા રિપોર્ટ જૈશ એ મોહમ્મદ મુદ્દે છે. જૈશ આતંકવાદીઓને બારામુલાક વિસ્તારમાં હૂમલા માટે રવાના કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર પટ્ટન અને બારામુલા ટાઉન વચ્ચેના વિસ્તારમાં તેને હૂમલા માટે જણાવવામાં આવ્યું છે. 
મળતી માહિતી અનુસાર આ હૂમલા માટે આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરનો એક સ્થાનીક વ્યક્તિની પણ મદદ લઇ રહ્યા છે. પુંછ, રાજોરીમાં પણ ઘુસણખોરી અથવા હૂમલાનો ખતરો છે. 

શું છે આતંકવાદી એલર્ટ
1. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ખોલી  નામના સ્થળથી જૈશના 5 આતંકવાદીઓ તંગધારમાં સેનાની શિબિરો પર હૂમલાનું કાવત્રું રચી રહ્યું છે. 
2. આર્મીના કેમ્પો પર હૂમલા પહેલા આતંકવાદીઓને રેકી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
3.જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને ઉત્તરી કાશ્મીરમાં કેન્દ્રીય સુરક્ષાદળો પર હૂમલા માટે મોકલવામાં આવ્યા છે.
4. લશ્કરનાં 6 આતંકવાદીઓ એક ગાઇડની સાથે ખોજાબંડીમાં ટેરર લોન્ચપેડ પર હાજર છે. 
5. પુછની બીજી તરફથી 3 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news