Covid 19: રસીનો બીજો ડોઝ લીધા પછી પણ અનેક લોકોને થયો કોરોના, સ્વાસ્થ્ય વિભાગ તાબડતોબ કરશે આ કામ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોરોના (Corona Virus) સંક્રમિતોનું એપિસેન્ટર બની બેઠેલા ઈન્દોરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. એવા પણ અનેક લોકો છે જેમને કોરોના રસી (Corona Vaccine) નો બીજો ડોઝ મળ્યા બાદ પણ સંક્રમણ લાગી ગયું.
Trending Photos
ઈન્દોર: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કોરોના (Corona Virus) સંક્રમિતોનું એપિસેન્ટર બની બેઠેલા ઈન્દોરમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. એવા પણ અનેક લોકો છે જેમને કોરોના રસી (Corona Vaccine) નો બીજો ડોઝ મળ્યા બાદ પણ સંક્રમણ લાગી ગયું. સ્વાસ્થ્ય વિભાગે નક્કી કર્યું છે કે આવા કોરોના સંક્રમિતોના સેમ્પલ્સ જીનોમ સિક્વેન્સિંગ માટે પુણે મોકલાશે. તેના દ્વારા માહિતી મેળવવામાં આવશે કે ક્યાંક આ લોકો કોરોનાના મ્યૂટેન્ટ વાયરસથી સંક્રમિત તો નથી ને. સ્વાસ્થ્ય વિભાગના ઓફિસરોના જણાવ્યાં મુજબ કોવિડ રસીનો બીજો ડોઝ લીધાના 2થી 24 દિવસ બાદ અનેક સ્વાસ્થ્યકર્મીઓ તથા પોલીસકર્મીઓના સંક્રમિત થવાના મામલા સામે આવ્યા છે.
દેશના 18 રાજ્યોમાં કેટલાક લોકો કોરોના વાયરસ (Corona Virus) ના મ્યૂટેન્ટ વેરિએન્ટથી સંક્રમિત થયેલા જોવા મળ્યા છે. જેમાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના પણ કેટલાક સેમ્પલ્સ છે. જેના કારણે ઈન્દોર, ભોપાલ, સહિત પ્રમુખ શહેરોમાં એવા લોકો કે જે કોવિડ રસીનો બીજો ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયા છે તેમની ઓળખ કરીને તેમના સેમ્પલ્સ જીનો સિક્વેન્સિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈન્દોરના કોવિડ નોડલ અધિકારી ડો. અમિત માલાકરના જણાવ્યાં મુજબ વિભાગ દ્વારા આ અંગે નિર્દેશ અપાયા છે. પુણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં આવા સંક્રમિતોના સેમ્પલ્સનું જીનોમ સિક્વેન્સિંગ કરાશે.
ઈન્દોર શહેરમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ સ્વાસ્થ્ય વિભાગ હવે રસીકરણની ઝડપ વધારવામાં લાગ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં 2 લાખ 47 હજાર 489 લોકોને રસી અપાઈ ચૂકી છે. જેમાંથી 45 હજાર લોકોને તો બીજો ડોઝ પણ મળી ગયો છે. ઈન્દોરમાં હાલ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં 238 ટીમોના માધ્યમથી રસીકરણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા હવે રસીકરણને વધુ ઝડપી બનાવવા માટે શહેરના 15 અને ગ્રામીણ વિસ્તારોમાં 15 રસીકરણ કેન્દ્ર વધારવામાં આવશે. ઈન્દોરમાં એક એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને રસી મળવાની છે. જિલ્લામાં આવી 10 લાખની વસ્તી છે.
એક દિવસમાં 68 હજારથી વધુ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68,020 જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 1,20,39,644 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,13,55,993 લોકો રિકવર થયા છે. જ્યારે 5,21,808 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 291 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,61,843 પર પહોંચ્યો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,05,30,435 લોકોને રસી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે