Indian Army Playing Cricket: ગલવાનની પિચ પર ભારતીય સેનાની બેટિંગ, ઝીરો ટેમ્પરેચરમાં ક્રિકેટ રમતા દેખાયા જવાન

Indian Army Playing Cricket At Galwan Valley: તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના ચીની સમકક્ષ કિન ગેંગને મળ્યા હતા. જેમાં બંને મંત્રીઓએ સીમા સુરક્ષા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ભારતીય સૈનિકો ઊંચા પહાડી વિસ્તારોમાં પિચ બનાવીને ક્રિકેટ રમતા જોવા મળે છે.
 
No description available.

બાદમાં જાણવા મળ્યું કે આ જગ્યા ગલવાન વેલી છે.
સેનાએ ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું કે પટિયાલા બ્રિગેડ ત્રિશુલ ડિવિઝન દ્વારા ઝીરો ડિગ્રી તાપમાનમાં ઊંચા પર્વતીય વિસ્તારમાં ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સેનાએ કેપ્શનમાં ગલવાનનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ બાદમાં ન્યૂઝ એજન્સી ANIએ સ્પષ્ટ કર્યું કે મેચ ગલવાન વેલીમાં જ થઈ હતી. જ્યાં બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી ત્યાંથી આ સ્થળ થોડે દૂર છે.

No description available.

તે જ સમયે આ સ્થળ પેટ્રોલ પોઇન્ટ 14થી ચાર કિલોમીટર દૂર છે, જ્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. તે ઘટનામાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીની સેનામાં મૃત્યુઆંક 40ને પાર કરી ગયો હતો. પરંતુ ડ્રેગને ક્યારેય વાસ્તવિક સંખ્યા જાહેર કરી ન હતી. અને જે જગ્યાએ ભારતીય સેનાના જવાનો ક્રિકેટ રમી રહ્યા છે, તે જગ્યા બફર ઝોનની બહાર છે. જેને બંને દેશોની સેનાઓ દ્વારા મુકાબલો ટાળવા માટે બનાવવામાં આવ્યો છે.

No description available.

તમને જણાવી દઈએ કે ગલવાન અથડામણ બાદ બંને દેશો સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે સહમત થયા હતા. જે બાદ 17 વખત કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી, પરંતુ હજુ સુધી આ મુદ્દો સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. જોકે, કેટલીક જગ્યાએ વિવાદ ચોક્કસપણે ઓછો થયો છે. લદ્દાખનો મુદ્દો ભારતના વિરોધ પક્ષોએ પણ ઘણો ઉઠાવ્યો હતો. જેના કારણે કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news