બુલેટ ટ્રેન પરિયોજનાના ચેરમેન સતીશ અગ્નિહોત્રી સસ્પેન્ડ, લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

એનએચએસઆરસીએલના પ્રવક્તાએ આ મામલા પર કોઈ ટિપ્પણી કરી નથી. અગ્નિહોત્રી વિરુદ્ધ આરોપો પર પૂછવા પર રેલ મંત્રાલયના અધિકારીઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. 

બુલેટ ટ્રેન પરિયોજનાના ચેરમેન સતીશ અગ્નિહોત્રી સસ્પેન્ડ, લાગ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે અચાનક એક નિર્ણય લીધો છે. પોતાની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાના પ્રમુખ સતીશ અગ્નિહોત્રીને સસ્પેન્ડ કરી દીધા છે. અદિકારીઓએ કહ્યુ કે રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં કાર્યરત અગ્નિહોત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં તત્કાલ પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે. 

7 જુલાઈ, 2022ના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિનાના સમય માટે NHSRCL માં ડાયરેક્ટર (પરિયોજના) ના રૂપમાં કાર્યરત ભારતીય રેલવે સેવા એન્જિનિયર રાજેન્દ્ર પ્રસાદને NHSRCL મેનેજિંગ ડાયરેક્ટરના પદની જવાબદારી આપવામાં આવી છે. આ આદેશ કાર્યભાર ગ્રહણ કરવાની તારીખ કે આગામી આદેશ સુધી જે પણ પહેલા હશે લાગૂ પડશે. 

એનએચએસઆરસીએલના પ્રવક્તાએ આ મામલા પર કોઈ ટિપ્પણી કરી નથી. અગ્નિહોત્રી વિરુદ્ધ આરોપો વિશે પૂછવા પર રેલ મંત્રાલયના અધિકારીઓએ ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો. અગ્નિહોત્રી 1982 બેચના IRSE અધિકારી છે અને તેમને પાછલા વર્ષે જુલાઈમાં NHSRCL ના CMD બનાવવામાં આવ્યા હતા. 

Rajendra Prasad, Director, Projects, National High-Speed Rail Corporation Limited (NHSRCL) has been handed over charge for 3 months

— ANI (@ANI) July 7, 2022

રેલવેના અધિકારીઓએ કહ્યું કે અગ્નિહોત્રીને 2011માં થયેલા એક મામલા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ કહ્યું- લોકાયુક્તને ઘણી ફરિયાદો મળ્યા બાદ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે. 

આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન છાપવાની વિનંતી કરતા કહ્યું- ફરિયાદી અગ્નિહોત્રીના બેચમેટ છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે અગ્નિહોત્રી રેલ વિકાસ નિગમ લિમિટેડમાં હતા તો તેમણે તે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં તેમનો પુત્ર કામ કરતો હતો. અરજીકર્તાએ આરોપ લગાવ્યો હતો કે નિવૃત્તિ બાદ અગ્નિહોત્રી નક્કી સમયગાળા પહેલા એક ખાનગી કંપનીમાં સામેલ થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news