ભારતે દેખાડી દરિયાદિલી! લદાખમાં પકડાયેલા ચીની સૈનિકને પાછો મોકલ્યો 

ડેમચોકમાંથી રવિવારે એક ચીની સૈનિક પકડાયો હતો. ભારતીય સરહદમાં પ્રવેશી ગયેલા આ ચીની સૈનિકને ભારતે ચીનને હવાલે કરી દીધો છે.

ભારતે દેખાડી દરિયાદિલી! લદાખમાં પકડાયેલા ચીની સૈનિકને પાછો મોકલ્યો 

નવી દિલ્હી: ડેમચોકમાંથી રવિવારે એક ચીની સૈનિક (Chinese Soldier) પકડાયો હતો. ભારતીય સરહદમાં પ્રવેશી ગયેલા આ ચીની સૈનિકને ભારતે ચીનને હવાલે કરી દીધો છે. મંગળવારે મોડી રાતે ચુશુલ-મોલ્ડોમાં ચીનને તેનો સૈનિક સોંપી દેવાયો હતો. આ જાણકારી ગ્લોબલ ટાઈમ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી. 

ચીને દાવો કર્યો હતો કે પીપલ્સ લિબરેશન આર્મી (people's liberation army)નો જવાન ભૂલથી ભારતની સરહદમાં ઘૂસી ગયો હતો. ચીની સૈનિકે પણ પોતાના નિવેદનમાં યાકની શોધ દરમિયાન રસ્તો ભૂલી જવાની વાત કરી હતી. પ્રોટોકોલનું પાલન કરતીને ભારતે ચીની સૈનિકને પાછો મોકલી દીધો છે. 

— Global Times (@globaltimesnews) October 20, 2020

ચીની સૈનિક પર હતો જાસૂસીનો શક
બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આવામાં ચીની સૈનિક ભારતીય સરહદમાં ઘૂસી જાય તે શંકા પેદા કરે છે. આ તણાવના કારણે ભારતીય સૈનિકોને લાગ્યું કે સૈનિક ક્યાંક જાસૂસી તો નથી કરતો ને. ત્યારબાદ ચીને દાવો કર્યો કે તેમનો એક સૈનિક યાકને શોધતા શોધતા રસ્તો ભટકી ગયો છે અને ભારતીય સરહદમાં પ્રવેશી ગયો. પ્રોટોકોલ મુજબ સૈનિકની પૂછપરછ અને અન્ય ઔપચારિકતા પૂરી કર્યા બાદ ચુશુલ-મોલ્ડો બેઠક પોઈન્ટ પર તેને ચીની અધિકારીને સોંપી દેવાયો. 

સૈનિકને તબીબી સહાયતા અપાઈ
અત્રે જણાવવાનું કે PLAના આ સૈનિકની ઓળખ કોર્પોરેલ વાંગ યા લાંગ (Corporal Wang Ya Long) તરીકે થઈ હતી. ભારતીય સેનાએ તેને કઠોર જળવાયુ પરિસ્થિતિઓથી બચાવવા માટે ઓક્સિજન, ભોજન અને ગરમ કપડાં સહિત તબીબી સહાયતા ઉપલબ્ધ કરાવી હતી. તપાસ દરમિયાન ચીની સૈનિકનું આઈકાર્ડ જપ્ત કરાયું હતું. આ ઉપરાંત કેટલાક અન્ય દસ્તાવેજો પણ મળ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news