આજે પણ જીવતો છે ‘હિમમાનવ’, પગના નિશાન મળતા સેના પણ ચોંકી ઉઠી
હિમમાનવ છે કે નહીં, આ વિશે ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. શું હકિકતમાં એવો કોઇ હિમમાનવ હિમાલય પર રહે છે? જેના વિશે વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: હિમમાનવ છે કે નહીં, આ વિશે ઘણા પ્રકારના અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. શું હકિકતમાં એવો કોઇ હિમમાનવ હિમાલય પર રહે છે? જેના વિશે વારંવાર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ઘણી વખત લોકો દ્વારા દુનિયાભરમાં હિમમાનવ ‘યેતી’ને જોયા હોવાની ઘટના સામે આવતી રહી છે. પરંતુ હવે તે વાતને માનવા માટે ભારતીય સેનાએ પણ તેની હાજરીના સંકેત આપ્યા છે. સેનાને હિમાલયમાં હિમમાનવ ‘યેતી’ના પગના નિશાન મળ્યા છે, જેને તેમણે ટ્વિટર પર શેર કર્યા છે.
વધુમાં વાંચો: નાગરિકતાના સવાલ પર રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે આપી નોટિસ
સેનાએ શેર કરી તસ્વીર
ટ્વિટર પર સેનાના જન સૂચના વિભાગ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ વખત ભારતીય સેનાની એક પર્વતારોહી ટીમને મકાલૂ બેસ કેમ્પની નજીક 32x15 ઇંચવાળા રહસ્યમયી હિમમાનવ ‘યેતી’ના પગના નિશાન જોવા મળ્યા છે. આ માયાવી સ્નોમેન આ પહેલા માત્ર મકાલૂ-બરૂન નેશનલ પાર્કમાં જોવા મળ્યો છે.
‘યેતી’ સૌથી રહસ્યમયી પ્રાણી
માનવમાં આવી રહ્યું છે કે, આ નિશાન હિમમાનવ યેતીના પગના છે. ભારતીય સેનાએ તેમના ટ્વિટમાં ચાર ફોટા શેર કર્યા છે. હિમમાનવ ‘યેતી’ હિમાચલમાં રહેનાર સૌથી રહસ્યમયી પ્રાણી છે. ‘યેતી’ મોટા ભાગે નેપાળ અને તિબ્બતના હિમાલય ક્ષેત્રમાં જોવા મળ્યાની ઘટના સામે આવતી રહી છે.
શું છે ‘યેતી’
યેતી દુનિયાના સૌથી રહસ્યમયી પ્રાણીઓમાંથી એક છે, જેની વાર્તા લગભગ 100 વર્ષ જુની છે. લદ્દાખના કેટલાક બૌદ્ધ મઠોએ દાવો કર્યો હતો કે હિમમાનવ ‘યેતી’ તેમને જોયા છે. આ દાવાને લઇને વૈજ્ઞાનિક એક મત નથી. શોધકર્તાઓએ યેતીને મનુષ્ય નહીં પરંતુ ધ્રૂવીય અને બ્રાઉન રીંછની ક્રોસ બ્રિડ એટલે વર્ણસંકર જાતિ ગણાવી છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, યેતી એક વિશાળકાય જીવ છે. જેનો દેખાવ વાંદરા જેવો હોય છે, પરંતુ તે માણસની જે બે પગ પર ચાલે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે