Monsoon Update: સાવધાન! દેશભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Monsoon Update India: હવામાન વિભાગના મતે, ગુજરાત અને રાજસ્થાનમાં શુક્રવારે મોસમનો પહેલો વરસાદ પડવાની સાથે દક્ષિણ-પશ્ચિમ માનસૂન સામાન્ય તારીખથી 6 દિવસ પહેલા દેશમાં એન્ટ્રી કરી લીધી છે. એક જૂનથી સામાન્ય તારીખથી ત્રણ દિવસ પહેલા 29 મેના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત કેરળમાં થઈ હતી.

Monsoon Update: સાવધાન! દેશભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

Monsoon Update India: સમગ્ર દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દેશભરમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે. જ્યારે, આજે રાજધાની દિલ્હી, એનસીઆર સહિત છત્તીસગઢ અને ઓડિશામાં અલગ અલગ સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેના સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ અને મેઘાલયમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે, રાજસ્થાન અને ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યાં પણ સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં 8 જુલાઈ સુધીમાં ચોમાસું પહોંચતું હોય છે, પરંતુ તેના પહેલા જ ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.

6 દિવસ પહેલા પહોંચ્યું ચોમાસું
હવામાન વિભાગના મતે, ગુજરાત અને રાજસ્થાનમાં શુક્રવારે મોસમનો પહેલો વરસાદ પડવાની સાથે દક્ષિણ-પશ્ચિમ માનસૂન સામાન્ય તારીખથી 6 દિવસ પહેલા દેશમાં એન્ટ્રી કરી લીધી છે. એક જૂનથી સામાન્ય તારીખથી ત્રણ દિવસ પહેલા 29 મેના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત કેરળમાં થઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આઠ જુલાઈની સામાન્ય તારીથથી 6 દિવસ પહેલા જ શનિવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાં એન્ટ્રી કરી ચૂક્યું છે.

વરસાદમાં 5 ટકાનો ઘટાડો
પશ્ચિમી રાજસ્થાન અને ઉત્તરી ગુજરાતના અલગ અલગ ભાગોમાં શુક્રવારે ચોમાસાનો પહેલો વરસાદ પડ્યો. આ વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ પડ્યો નહોતો. જોકે, દેશમાં શનિવારે વરસાદમાં પાંચ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આઈએમડીના મતે, રાજસ્થાનને બાદ કરતાં ચોમાસાના મુખ્ય ઝોનમાં આવતા તમામ રાજ્યોમાં અત્યાર સુધી કમોસમી વરસાદ નોંધાયો છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓડિશા મુખ્ય ચોમાસાના પ્રદેશમાં આવે છે, આ વરસાદ આધારિત કૃષિ વિસ્તારો છે.

હરિયાણામાં મોનસૂન એલર્ટ, આજે વરસાદની શક્યતા
દિલ્હી અને હરિયાણામાં આજે ભારે વરસાદની સંભાવના છે. હરિયાણામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. 3 જુલાઈના રોજ હવામાન વિભાગે હરિયાણાના 11 જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ 11 જિલ્લાઓમાં પંચકુલા, અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, ગુરુગ્રામ, મેવાત, પલવલ, ફરીદાબાદ, સોનીપત અને પાણીપતનો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news