કરતારપુર કોરિડોરઃ ભારત 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સાથે કરશે કરાર
કરાર કરવા માટે તૈયાર થયા બાદ પણ ભારતે પાકિસ્તાનને ફરીથી શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. ભારત કોઈ પણ સમયે કરારનું સ્વરૂપ બદલવા માટે તૈયાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ સિખ શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકાર 23 ઓક્ટોબરના રોજ કરતારપુર સાહિબ કોરિડોર અંગેનો કરાર કરવા માટે તૈયાર થઈ ગયું છે. જોકે, સિખ શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલરની ફી લેવાની પાકિસ્તાને જીદ્દ પકડી રાખી છે. એટલે કદાચ ફીનો મુદ્દો કરારમાં સમાવિષ્ટ નહીં હોય.
કરાર કરવા માટે તૈયાર થયા બાદ પણ ભારતે પાકિસ્તાનને ફરીથી શ્રદ્ધાળુઓ પાસેથી ફી લેવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. ભારત કોઈ પણ સમયે કરારનું સ્વરૂપ બદલવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂદ્વારા દરબાર સાહિબ કરતારપુર માટે રવિવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા પ્રતિ મુસાફર 20 ડોલરની ફી વસુલવાની જીદ્દ પર અડેલું હતું.
MEA: In view of the long pending demand of pilgrims to have visa free access to Gurudwara Kartarpur Sahib& in the interest of operationalisation of Kartarpur Corridor in time before 12 Nov, Govt conveys that we would be ready to sign Agreement on Kartarpur Sahib Corridor on 23Oct pic.twitter.com/TXiq9vgYUx
— ANI (@ANI) October 21, 2019
ભારતે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે, પરંતુ પાકિસ્તાન ટસનું મસ થતું નથી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કરતારપુર કોરિડોર અંગે પાકિસ્તાન દ્વારા લેવામાં આવતી 20 ડોલરની ફીને 'જઝિયા કર' નામ આપ્યું છે અને સાથે જ આ ફીમાં ઘટાડો કરવાની માગણી કરી છે.
જુઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે